અનુસૂચિત જાતિ/જનજાતિ વિરૂદ્ધના અત્યાચારો આજે પણ ચાલુ જ છે: સુપ્રીમ
હાઇકોર્ટે અરજદારને નોટિસ નહી પાઠવીને એક્ટની જોગવાઇનો બંગ કર્યો હતો
હત્યા કેસના આરોપીના જામીન મંજૂર કરતા રાજસ્થાન હાઇકોર્ટના આદેશને રદ કરાયો
નવી દિલ્હી : અનુસૂચિત જાતિ અને જનજાતિના સમાજના લોકો ઉપર થતાં અત્યાચાર એ કોિ ભૂતકાળની વાત નથી, તે લોકો ઉપર આજે પણ અત્યાચાર ચાલુ છે. ા લોકોના બંધારણી અધકારોનું રક્ષણ કરવા સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદાનું કડકપણે પાલન થવું જોઇએ એમ સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું.
રાજસ્થાન હાઇકોર્ટના એ આદેશને રદ કરી દેતાં સર્વોચ્ચ અદાલતે આ મુજબનું અવલોકન વ્યક્ત કર્યું હતું જેમાં હાઇકોર્ટે હત્યાના એ કેસના આરોપીના જામીન મંજૂર કર્યા હતા જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર રોકવો) એક્ટ, 1989 અંતર્ગત સજાને પાત્ર ગુનો પણ ઉમેરવામાં આવ્યો હતો.
ન્યાયમૂર્તિ સર્વશ્રી ડી.વાય ચંદ્રચૂડ અને બીવી નાગરત્નાની બેન્ચે નોંધ કરી હતી કે આ કેસમાં અનુસૂચિત જાતિ-જનજાતિ એક્ટની એક જોગવાઇનો ભંગ થાય છે અને હાઇકોર્ટે જામીન અરજીની વિારણા કરતી વખતે આ એક્ટની જોગવાઇ નંબર 15 એ અંતર્ગત ફરિયાદીને કોઇ નોટિસ પાઠવી નહોતી.
અનુસૂચિત જાતી અને જનજાતિના લોકો ઉપર થતાં અત્યાચાર એ કોઇ ભૂતકાળની જ વાત નથી, તે બાબત આજે પણ સમાજની એક કડવી વાસ્તવિકતા તરીકે ચાલુ જે છે, તેથી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોના બંધારણીય અધિકરોનું રક્ષણ કરવા સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદાનું કડકપણે પાલન થવું જ જોઇએ એમ બેન્ચે તેના ચુકાદામાં કહ્યું હતું.
બેન્ચે વધુમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ કેસમાં નોટિસ પ્રાપ્ત કરવાની અને રજૂઆત કરવા દેવાની જોગવાનિો ભંગ થયો છે. જ્યારે ફરિયાદીએ જામીન રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી ત્યારે સિંગલ જજે ેવો અભિપ્રાય બાંધી લીધો હતો કે કોઇ ેક ચોક્કસ તબક્કે કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવાીજેકાઇ ક્ષતિ રહી જતી હસે તે દૂર થઇ જશે, પરંતુ તે કાયદાની જોગવાઇ નંબર 15એનું ઉલ્લંઘન છે.