ચંદીગઢ, તા. 10 માર્ચ 2022, ગુરૂવાર
@ 3:45 PM
આપના CM કેન્ડિડેટ ભગવંત માન 45 હજાર વોટથી રેકોર્ડ જીત મેળવી છે. જીત પછી ભગવંત માને જનતાને સંબોધન કર્યુ. તે આવતીકાલે શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભ રાજભવનની બદલે શહીદ ભગત સિંહના પૈતૃક ગામ ખટકડકલામાં યોજાશે.
@ 12:15 PM
કેપ્ટન ચૂંટણી હાર્યા, AAPની વોટબેંક પણ ડબલ
કેપ્ટન અમરિન્દર સિંઘ ચૂંટણી હાર્યા
કોંગ્રેસથી છેડો ફાડીને અલગ પાર્ટી રચનાર અને વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સાથે ગઠબંધન કરનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘ ચૂંટણી હાર્યા : અહેવાલ
AAPની અમૃતસર પૂર્વમાં લીડને મજબૂત થઈ
નવજોત સિંહ સિદ્ધુ 2962 મતોથી પાછળ
બિક્રમ મજીઠિયા ત્રીજા
AAPના જીવન જ્યોત કૌર અમૃતસર પૂર્વમાં આગળ છે
આપની વોટબેંક પણ ડબલ
પંજાબમાં આપના ઝાડુના વાવાઝોડામાં ધુરંધરો ધોવાયા
આપને 42%
કોંગ્રેસને 23%
SAD ને 18%
અન્યને 10%
ભાજપને 07% મતો મળ્યા
સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગા બેઠક પરથી 6731 મતોથી પાછળ
આમ આદમી પાર્ટીએ મૂવીનો સીન પોસ્ટ કરીને જીતની ખુશી વ્યકત કરી
@ 11:50 AM
પંજાબમાં પહેલી જીત
પંજાબના પરિણામોમાં સૌપ્રથમ જીત જાહેર થઈ છે
પંજાબના પઠાણકોટના બીજેપી ઉમેદવારની જીત
@ 11:45 AM
પંજાબમાં કોંગ્રેસ બેહાલ, 15 બેઠકો પર જ આગળ; આપનું ઝાડૂ ફરી વળ્યુ
પંજાબમાં આપનું ઝાડુ ફરી વળ્યું છે. આ સાથે અકાલી દળ અને કોંગ્રેસ બંનેના સૂપડા સાફ કર્યા છે. પંજાબમાં બીજેપી ગત વિધાનસભાની 3 બેઠકોની સામે માત્ર આ વખતે જ 3 બેઠકો જ જીતી રહી હોવાનું ટ્રેન્ડમાં જણાઈ રહ્યું છે.
જોકે કોંગ્રેસે 62 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. 15 જ બેઠક પર કોંગ્રેસે આગળ છે. આપ 20 બેઠકોમાંથી હનુમાન કૂદકો લગાવીને 90 બેઠકો પર પહોંચ્યા છે.
અકાદી દળની પણ બેઠકો અડધી થઈ છે. પાંચ વર્ષ અગાઉના 15માંથી તે હવે માત્ર 8 બેઠકો મળી રહી છે.
વિશ્લેષકોના મતે કોંગ્રેસને વોર ઓફ સરદાર નડ્યું તો દિગ્ગજોને પંજાબની જનતાએ બતાવી દીધું છે કે જનતા જ જનાર્દન છે.
અકાલી દલના સુખબીર સિંહ બાદલ 6800 મતોથી પાછળ
પંજાબમાં પરિવર્તનની લહેર ?
પંજાબની આ તસવીર ‘દિલ્હી 2015’ની મોમેન્ટ છે. તે સંપૂર્ણ પરિવર્તનનું ચિત્ર છે. ડ્રગ્સ માફિયા સામે નવું રાજકારણ પંજાબમાં પ્રવેશ્યું છે.
પંજાબની 117 વિધાનસભા બેઠકો માટે સઘન સુરક્ષા વચ્ચે સવારે 8:00 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં 66 સ્થળોએ બનાવવામાં આવેલા મતગણતરી કેન્દ્રો પર આશરે 7500 કર્મચારીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોની 45 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. મતગણતરીના પગલે તમામ જિલ્લાઓમાં કલમ 144 અંતર્ગત નિષેધાજ્ઞા લાગુ કરવામાં આવી છે અને મતગણતરી કેન્દ્રોની બહાર લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે.
પંજાબના સીએમ ચરણજીત સિંઘ ચન્ની ચમકૌર સાહિબ બેઠક પરથી 1244 મતોથી પાછળ
પંજાબમાં વિપક્ષના નેતા હરપાલ સિંહ ચીમા છ રાઉન્ડ બાદ 23,000 મતોથી આગળ છે
ભદૌર(Bhadaur) બેઠક પરથી ચરણજીત ચન્ની 6396 મતોથી પાછળ છે. આમ આદમી પાર્ટીના લાભ સિંહ ઉગોકે 49.46% વોટ શેર સાથે આગળ
@10:20 AM
પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બંન્ને સીટ પરથી પાછળ. નવજોતસિંહ સિદ્ધૂ પોતાની સિટ પર ત્રીજા નંબર પર. પૂર્વ સીએમ અમરિંદરસિંહ પોતાની સીટ પર ચોથા ક્રમે ગોવાના સીએમ પ્રમોદ સાવંત પાછળ. ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી પાછળ. યોગી આદિત્યનાથ એકમાત્ર સીએમ કે જે પોતાની સીટ પર આગળ ચાલી રહ્યાં છે.
@10:00 AM
પંજાબની તમામ 117 બેઠકો પર શરૂઆતી પરિણામો બહાર આવ્યા છે. શરૂઆતી તબક્કાની મતગણતરી અનુસાર પંજાબમાં આપ 83 બેઠકો પર આગળ છે જ્યારે બીજા સ્થાને કોંગ્રેસ માત્ર 17 બેઠકો સાથે આગળ છે.
આ સિવાય અકાલી દલ 9 બેઠકો પર આગળ છે અને બીજેપીને 4 બેઠકો પર લીડ મળી રહી છે.


