Get The App

હિટ એન્ડ રનના કેસમાં ફસાઈ આસામની અભિનેત્રી, વીડિયો વાઇરલ થતાં પોલીસે કરી ધરપકડ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
હિટ એન્ડ રનના કેસમાં ફસાઈ આસામની અભિનેત્રી, વીડિયો વાઇરલ થતાં પોલીસે કરી ધરપકડ 1 - image


Nandini Kashyap Arrested : આસામની અભિનેત્રી નંદિની કશ્યપની હિન્ટ એન્ડ રનમાં હત્યાના કેસમાં ધરપકડ થઈ છે. અભિનેત્રીએ કારથી 21 વર્ષના બાઈક ચાલક યુવાનને ટક્કર મારી હતી અને પછી નાસી ગઈ હતી. એ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું.



તાજેતરમાં જેની સુપરહિટ ફિલ્મ રૂદ્ર રીલિઝ થઈ હતી એ આસામની અભિનેત્રી નંદિની કશ્યર પર હિટ એન્ડ રન અને હત્યાનો આરોપ લાગ્યો છે. ગુવાહાટીના દક્ખિનગાઁવ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં જણાયું એ પ્રમાણે અભિનેત્રી વહેલી સવારે પૂરપાટ કાર ચલાવતી હતી. એમાં સમીઉલ હલ નામના 21 વર્ષના યુવાનને ટક્કર મારી હતી. યુવાન દૂર ફંગોળાયો હતો. અભિનેત્રી યુવાનને જોવા પણ રોકાઈ ન હતી અને એ જ ઝડપે ભાગી ગઈ હતી. યુવાનના મિત્રોએ તેનો પીછો કર્યો હતો.

સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. અભિનેત્રીની પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના પછી આસામની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. નંદિની કશ્યપ છેલ્લાં થોડા વર્ષોમાં આસામની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોપ્યુલર થયેલું નામ છે. તે ઈન્સ્ટાગ્રામ પર બેહદ સક્રિય છે અને હજારો ફોલોઅર્સ ધરાવે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવનારી આ અભિનેત્રીએ 2018માં આસામી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. તે ડાન્સર ઉપરાંત ટીવી હોસ્ટ પણ છે. તાજેતરમાં 27 મી જૂને રીલિઝ થયેલી તેની રૂદ્ર ફિલ્મ સુપરહિટ થઈ છે.

Tags :