Karigaon Violence : પશ્ચિમ આસામના કોકરાઝાર જિલ્લામાં પશુચોરીની આશંકાએ એક ઉશ્કેરાયેલી ભીડે પાંચ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે મંગળવારે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. યુવકનું મોત થયા બાદ કોકરાઝારમાં દેખાવો, આગચંપી અને હિંસા શરૂ થઈ ગઈ છે, જેના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘટના બાદ બે વ્યક્તિના મોત થયા છે. સરકારે વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
ભોગ બનેલા પાંચેય લોકો એક નિર્માણધીન રોડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા. સોમવારે મોડી રાત્રે તેઓ ઔડાંગ વિસ્તારમાં સાઈટનું નિરીક્ષણ કરીને પરત ફરી રહ્યા હતા. ગૌરી નગર-માશિંગ રોડ પર પસાર થતી વખતે સ્થાનિક ગ્રામજનોએ તેમને પશુચોર હોવાની શંકાએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વાહન રસ્તા પરથી નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ બે જૂથો વચ્ચે બાબલ હિંસામાં પરિણમી
મીડિયા રિપોર્ટ મુજબ, સોમવારે 19 જાન્યુઆરીએ અકસ્માત થયા બાદ બે જૂથો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. ભીડે પાંચેય સભ્યો પર હુમલો કર્યો હતો અને તેમના વાહનને આગચાંપી દીધી હતી. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બનતા અને એક યુવકનું મોત થયા બાદ હિંસક અથડામણ શરૂ થઈ ગઈ છે. બીજીતરફ એવો આક્ષેપ કરાયો છે કે, ગુસ્સે થયેલી ભીડે બિસ્મિતને મારમારીને હત્યા કરી દીધી હતી. આ સ્થળ કરીગાંવ પોલીસ ચોકીથી માત્ર એકથી 1.5 કિલોમીટર દૂર છે. બિસ્મિક સ્થાનીક ઠેકેદાર બરોંડા બસુમતારીનો જમાઈ હતો અને તેઓ રોડ નિર્માણ કામગીરી સાથે જોડાયેલો હતો.
બે વ્યક્તિના મોત, બેને ઈજા, એકની સ્થિતિ ગંભીર
જે બે વ્યક્તિના મોત થયા છે, તેમાં એકનું નામ સુનીલ મૂર્મુ અને બીજનું નામ સિખના જ્વહલાઓ બિસ્મિક હોવાનું સામે આવ્યું છે. જ્યારે પ્રભાત બ્રહ્મા, જુબિરાજ બ્રહ્મા, મહેશ મુર્મૂને ગંભીર ઈજા થતા કોકરાઝાર મેડિકલ કોલેજમાં ખસેડાયા . રિપોર્ટ મુજબ પ્રભાતની હાલત ગંભીર હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ટોળાએ રસ્તા પર ટાયરો સળગાવ્યા
યુવકની હત્યા બાદ ટોળાએ રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. પ્રદર્શન દરમિયાન સુનીલ મુર્મૂને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું છે. જેના કારણો વાતાવરણ વધુ ઉગ્ર બન્યું છે. ગુસ્સે થયેલા ટોળાએ કરીગાંવ વિસ્તારનો હાઈવે જામ કરી દીધો છે, જેના કારણે ત્યાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
હિંસા, આગચંપી, દુકાનોમાં તોડફોડ
હિંસા કરી રહેલા દેખાવકારોએ બિરસા કમાન્ડો ફોર્સને બે કેમ્પને આગ ચાંપી દીધી છે. આ ઉપરાંત સિદુ કાન્હૂ ભવનમાં તોડફોડ થઈ હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. ટોળાએ અનેક દુકાને પણ આગ લગાડી દીધી છે. ઘટનાસ્થળ પર પહોંચી પોલીસે 29 લોકોને કસ્તડીમાં લીધા છે.
પોલીસે 29 લોકોને કસ્ટડીમાં લીધા
સ્થિતિ વધુ વણસી જતા સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ દળ અને સુરક્ષા કર્મચારીઓનો કાફલો ખડકી દેવાયો છે. વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પોલીસે હત્યા અને હિંસાના મામલામાં અત્યાર સુધીમાં 29 લોકોને કસ્ટડીમાં લીધા છે અને તપાસ પણ શરૂ કરી દીધી છે.
જો ન્યાય નહીં મળે તો BTC કરીશું બંચ : ABSUની ચેતવણી
બીજીતરફ ઑલ બોડો સ્ટૂડન્ટ્સ યુનિયન (ABSU)એ ચેતવણી આપી છે કે, જો પીડિત પરિવારને વહેલો ન્યાય નહીં મળે તો મંગળવારે બીટીસી બંધ લાગુ કરવામાં આવશે. હાલ તંત્ર માટે સૌથી મોટો પડકાર સ્થિતિને કાબુ કરવાનો છે.
આ પણ વાંચો : રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી કર્યું વૉકઆઉટ


