સોનિયા ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરનાર આસામના CM સામે કોંગ્રેસે નોંધાવી ફરિયાદ
CM હિમંતા બિસ્વા સરમાએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસને આગ ચાંપવાનું સુચન આપ્યું હતું
ફરિયાદ નોંધાવનાર વિપક્ષ નેતા દેવબ્રત સૈકિયાએ જનપદ પર રહેનારાઓની સુરક્ષા પર આશંકા વ્યક્ત કરી
ગુવાહાટી, તા.21 સપ્ટેમ્બર-2023, ગુરુવાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધી વિરુદ્ધ હેટ સ્પીડ આપવા મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે આસામ કોંગ્રેસના વરિષ્ઠ સભ્ય દેવબ્રત સૈકિયાએ બિસ્વા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ આસામના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. સૈકિયાએ ફરિયાદની સાથે મુખ્યમંત્રી દ્વારા કરાયેલ હેટ સ્પીડ સંબંધિત સમાચાર પત્રનો રિપોર્ટ પણ આપ્યો છે. પોલીસે જણાવ્યું કે, હાલ ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે.
વિપક્ષ નેતા સૈકિયાએ ફરિયાદમાં શું કહ્યું ?
આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગત 18 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના વિદિશામાં આયોજીત રેલીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ 10 જનપદને આગ ચાપવાનું સુચન આપ્યું હતું. આ દરમિયાન તેમણે કમલનાથ હિંદુ હોવાનો પણ કટાક્ષ કર્યો હતો. સરમાએ લોકોને હિંસા અને આગચંપી માટે ઉશ્કેર્યા...
સૈકિયાએ જનપદ પર રહેનારા લોકોની સુરક્ષા પર આશંકા વ્યક્ત કરી
સૈકિયાએ ફરિયાદ વધુમાં જણાવ્યું કે, સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની વિધવા અને 77 વર્ષિય મહિલાના આવાસને સળગાવવાનું સૂચન આપી સરમાએ વિપક્ષના અગ્રણી ચહેરા પર હુમલો કરવા ઉપરાંત આગચંપી કરવાનું સ્પષ્ટ આહવાન પણ કરી રહ્યા છે. સૈકિયાએ ફરિયાદ બાદ 10 જનપદ પર રહેનારાઓની સુરક્ષા પર પણ આશંકા વ્યક્ત કરી છે.