'જો આતંકવાદ અને વાતચીત સાથે ન ચાલી શકે તો ક્રિકેટ કેમ?' ઓવૈસીએ એશિયા કપ અંગે સવાલ ઊઠાવ્યા
Image: IANS |
Asaduddin Owaisi: ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાતી ક્રિકેટ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. એક પોડકાસ્ટમાં તેમણે કહ્યું કે, તે દુબઈમાં યોજાતી એશિયા કપની આ મેચ નહીં જુએ.
હું હેરાન છું...: ઓવૈસી
ઓવૈસીએ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા પર આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'હું હેરાન અને સ્તબ્ધ છું કે આપણે દુબઈમાં પાકિસ્તાન સાથે એક ક્રિકેટ મેચ રમી રહ્યા છે.'
આ પણ વાંચોઃ વારાણસીમાં આત્મવિશ્વેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં ભીષણ આગ, પૂજારી સહિત 7 દાઝ્યાં
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનને ટાંક્યું, જેમાં તેમણે અનેકવાર કહ્યું હતું કે, 'પાણી અને લોહી એક સાથે ન વહી શકે' અને 'આતંકવાદ અને વાતચીત એક સાથે નહીં થાય.'
'પહલગામ હુમલો ખતરનાક...'
સંસદમાં મોનસૂન સત્ર દરમિયાન ઓવૈસીએ સરકાર પર પ્રશ્ન પર સવાલ ઉઠાવ્યો કે, 'જ્યારે વેપાર અને જળ સંધિ નિલંબિત છે, હવાઈ સંપર્ક બંધ છે, ત્યારે ક્રિકેટ મેચ રમવું કેટલું વિવેકપૂર્ણ છે? અનુચ્છેદ 370 દૂર કર્યા છતા સરકારની કાશ્મીર નીતિ આતંકવાદ રોકવામાં નિષ્ફળ રહી છે. પહલગામ હુમલો ભયાનક હતો. આ દુઃખદ છે કે, કોઈને પોતાની પત્ની અને બાળકોની સામે ગોળી મારી દેવામાં આવી. જ્યારે પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવે છે, તો તેમની સાથે ક્રિકેટ કેમ રમાવામાં આવે છે?'
આ પણ વાંચોઃ કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ
જ્યારે ઓવૈસીને પૂછવામાં આવ્યું કે, ભારત આવી સ્થિતિમાં કેમ રમે છે? ત્યારે તેમણે સામે સવાલ કરતા કહ્યું કે, હું પણ એ જ કહું છું કે, પાકિસ્તાન પર આટલા કડક પગલાં લીધા છે, તો પણ મેચ રમવાની મંજૂરી કેમ આપવામાં આવી? આ વાતનો જવાબ BCCIએ આપવો જોઈએ.
'નાથૂરામ ગોડસે સ્વતંત્ર ભારતનો પહેલો આતંકવાદી'
ઓવૈસીએ ગૃહમંત્રી અમિત શાહના એ નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો, જેમાં તેમણે 'હિન્દુ આતંકવાદ' જેવી કોઈપણ વાતનો ઈનકાર કરી દીધો. ઓવૈસીએ સવાલ કર્યો કે, 'મહાત્મા ગાંધીને કોણે માર્યા? ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને કોણે માર્યા? દિલ્હીના રસ્તા પર શીખોને કોણે માર્યા? નાથૂરામ ગોડસે સ્વતંત્ર ભારતનો પહેલો આતંકવાદી હતો.