Get The App

તમે જાટ સમાજના લોકો સાથે દગો કર્યો: કેજરીવાલનો PM મોદીને પત્ર

Updated: Jan 9th, 2025

GS TEAM

Google News
Google News
તમે જાટ સમાજના લોકો સાથે દગો કર્યો: કેજરીવાલનો PM મોદીને પત્ર 1 - image


Delhi Assembly Election 2025:  દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીના જાટ સમાજને કેન્દ્રની ઓબીસી લિસ્ટમાં સામેલ કરવાને લઈને પત્ર લખ્યો છે. કેજરીવાલે કહ્યું કે, 'તમે દિલ્હીના જાટ સમાજ સાથે દગો કર્યો છે. દિલ્હીમાં ઓબીસી દરજ્જો પ્રાપ્ત જાટ અને અન્ય જાતિઓને કેન્દ્રની OBC લિસ્ટમાં સામેલ કરવામાં આવે'.  

જાટ સમાજ સાથે OBC અનામતના નામ પર દગો કર્યો

તેમણે કહ્યું કે, 'કેન્દ્ર સરકારે 10 વર્ષોથી જાટ સમાજ સાથે OBC અનામતના નામ પર દગો કર્યો છે. તમે 2015માં જાટ સમાજના નેતાઓને ઘરે બોલાવીને વચન આપ્યું હતું કે, દિલ્હીના જાટ સમાજને કેન્દ્રની ઓબીસી લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. 2019માં અમિત શાહે જાટ સમાજને કેન્દ્રની ઓબીસી લિસ્ટમાં લાવવાનું વચન આપ્યું હતું. રાજસ્થાનના જાટ સમાજના વિદ્યાર્થીઓને ડીયૂમાં રિઝર્વેશન મળે તો દિલ્હીના જાટ સમાજને કેમ ન મળે?.'


જાટ સમાજના હજારો બાળકોને DUમાં એડમિશન નથી મળતું

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, 'કેન્દ્રની ઓબીસી લિસ્ટમાં ન હોવાને કારણે દિલ્હીના જાટ સમુદાયના હજારો બાળકોને DUમાં પ્રવેશ નથી મળતો. મોદી સરકાર દિલ્હીમાં ઓબીસી લિસ્ટમાં હોવા છતાં ન્દ્ર સરકારની સંસ્થાઓમાં જાટ સમાજને લાભ નથી મળવા દઈ રહી. દિલ્હીના જાટ સમુદાયને અનામત નથી મળતું. તેમને કોલેજમાં એડમિશન કે નોકરીઓમાં અનામત નથી મળતું. વડાપ્રધાને પોતે જાહેરાત કરી હતી કે જાટ સમુદાયને અનામત મળશે, પરંતુ તેમ છતાં તેમને કેન્દ્રની ઓબીસી લિસ્ટમાં સામેલ કરવામાં ન આવ્યા.'

આ પણ વાંચો: કંગના રણૌતે કર્યા પ્રિયંકા ગાંધીના વખાણ, કહ્યું- 'તેમની સાથે વાતો કરવાની મજા આવે છે...'

AAP પ્રમુખે નિશાન સાધ્યું

AAP પ્રમુખે નિશાન સાધતા કહ્યું કે, 'ગૃહમંત્રીએ પણ વાયદો કર્યો હતો, પરંતુ તેમ છતાં તેમને સામેલ કરવામાં ન આવ્યા. વડાપ્રધાન અને ગૃહમંત્રી જૂઠું બોલી રહ્યા છે. ચૂંટણી પહેલા બોલે છે અને વાયદા કરે છે પરંતુ બાદમાં બધુ ભૂલી જાય છે. મેં ગઈ કાલે વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને તેમને પોતાનું વચન યાદ અપાવ્યું છે જે તેમણે જાટ સમાજને આપ્યું હતું.'

Tags :