Get The App

અરવિંદ કેજરીવાલ વિપક્ષના પીએમ પદના ઉમેદવાર બનવા જોઈએ, મુંબઈની બેઠક પહેલા AAPની માગ

વિપક્ષી ગઠબંધન INDIAની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે

કેજરીવાલ સતત લોકોના મુદ્દા ઉઠાવી રહ્યા છે : રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કર

Updated: Aug 30th, 2023

GS TEAM


Google News
Google News
અરવિંદ કેજરીવાલ વિપક્ષના પીએમ પદના ઉમેદવાર બનવા જોઈએ, મુંબઈની બેઠક પહેલા AAPની માગ 1 - image
Image : twitter

વિપક્ષી ગઠબંધન INDIAની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વિપક્ષના પીએમ પદના ઉમેદવાર બનાવવાની માંગણી કરી છે. 

અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદના ઉમેદવાર બને : પ્રિયંકા કક્કર

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું, "જો તમે મને પૂછો તો હું ઈચ્છું છું કે અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદના ઉમેદવાર બને." આવી કમરતોડ મોંઘવારીમાં પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મોંઘવારી સૌથી ઓછી છે. આ સિવાય તેમણે કહ્યું કે દિલ્હીમાં મફત પાણી, મફત વીજળી, મફત શિક્ષણ, મહિલાઓ માટે મફત બસ મુસાફરી, વૃદ્ધો માટે મફત તીર્થયાત્રાની સુવિધા આપવામાં આવી રહી છે. આમ છતાં સરપ્લસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કક્કર વધુમાં કહેતા જણાવ્યું હતું કે કેજરીવાલ સતત લોકોના મુદ્દા ઉઠાવી રહ્યા છે અને તેઓ પીએમ મોદી સામે ચેલેન્જર તરીકે ઉભરી આવ્યા છે. 

કેજરીવાલના વિઝન હેઠળ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે : પ્રિયંકા કક્કર

AAPના પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું કે, મેક ઈન્ડિયા નંબર 1 મિશન હેઠળ અમે ઈચ્છીએ છીએ કે દેશમાં સામાન બને. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે જ્યારે આપણે સામાન આયાત કરીએ છીએ ત્યારે મોંઘવારી પણ આયાત થાય છે. આવું કેમ થાય છે, આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેમની પાસે કોઈ ઈકોનોમિક મિશન નથી. અહીં મેન્યુફેક્ચરિંગ માઈનસ ચાલી રહ્યું છે. પ્રિયંકા કક્કરે કહ્યું કે, કેજરીવાલના વિઝન હેઠળ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે. જ્યાં લાયસન્સ રાજનો અંત આવશે. વેપારીઓને કામનું વાતાવરણ મળશે. શિક્ષણ એ સ્તર પર હશે કે વિદેશી બાળકો ડોલર ખર્ચીને ભણવા આવશે. મોદી સરકારે કેટલાક વેપારીઓના હજારો કરોડ રૂપિયા માફ કર્યા, કલ્પના કરો કે આ પૈસાથી કેટલા રાજ્યોને મફત વીજળી મળી શકી હોત.

Tags :