Get The App

મોટિવેશનલ સ્પીકર અને આપ નેતા અવધ ઓઝાનું ચૂંટણી લડવું મુશ્કેલ! જાણો કેમ ગૂંચવાયો મામલો

Updated: Jan 13th, 2025

GS TEAM

Google News
Google News
મોટિવેશનલ સ્પીકર અને આપ નેતા અવધ ઓઝાનું ચૂંટણી લડવું મુશ્કેલ! જાણો કેમ ગૂંચવાયો મામલો 1 - image

Arvind Kejriwal On Avadh Ojha Vote: જાણીતા મોટિવેશનલ સ્પીકર અને દિલ્હીના પટપડગંજથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અવધ ઓઝા માટે ચૂંટણી લડવું મુશ્કેલ બની રહ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે, તેમનો મત ગ્રેટર નોઈડાથી દિલ્હી ટ્રાન્સફર નથી થઈ શકયો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ મામલે ફરી એક વખત ચૂંટણી પંચ સમક્ષ જવાની વાત કહી છે. તેમણે પટપડગંજથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અવધ ઓઝાનો વોટ ટ્રાન્સફર જ રોકી દેવાનો આરોપ લગાવ્યો છે. 

કેજરીવાલે લગાવ્યા આ આરોપ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અવધ ઓઝાએ દિલ્હીમાં વોટ ટ્રાન્સફર માટે છેલ્લી તારીખ 7 જાન્યુઆરીના રોજ ફોર્મ 8 ભરી દીધું હતું પરંતુ 24 કલાકની અંદર દિલ્હીના CEOએ પોતાનો ઓર્ડર બદલી નાખ્યો અને કહ્યું કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જાન્યુઆરી છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, અવધ ઓઝાને રોકવા માટે આ જાણી જોઈને કરવામાં આવ્યું છે. હવેઅવધ ઓઝા પટપડગંજથી ચૂંટણી લડી શકશે કે નહીં તે એક સવાલ છે. આ મુદ્દે તેમણે આજે ચીફ ઈલેક્શન કમિશન સાથે મુલાકાત કરવાની વાત કહી છે. 

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર મામલો સમજાવતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અવધ ઓઝાનો મત ગ્રેટર નોઈડામાં નોંધાયેલો હતો. દિલ્હીમાં પોતાનો મત નોંધાવવા માટે તેમણે 26 ડિસેમ્બરે ફોર્મ 6 ભરીને અરજી સબમિટ કરી. તેને કોઈ જવાબ ન મળ્યો. પછી તેમને ખબર પડી કે, વોટ ટ્રાન્સફર માટે તેમણે ફોર્મ 8 ભરવું પડશે, ફોર્મ 6 નહીં. તેમણે 7 જાન્યુઆરીના રોજ ફોર્મ 8 ભર્યું હતું. કાયદા પ્રમાણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી હતી. ચૂંટણી પંચના મેન્યુઅલ પ્રમાણે નોમિનેશનની છેલ્લી તારીખથી 10 દિવસ પહેલા સુધી ફોર્મ 6, ફોર્મ 7 અને ફોર્મ 8 ભરી શકાય છે. તે પ્રમાણે ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી હતી. દિલ્હીના સીઈઓએ પણ આ અંગે આદેશ જારી કર્યો હતો પરંતુ 24 કલાકમાં તેમણે આ આદેશ પલટી નાખ્યો અને કહ્યું કે, ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી નહીં પરંતુ 6 જાન્યુઆરી છે.

આ પણ વાંચો: મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને હાર્ટઍટેક, ડૉક્ટર્સે ઠંડીથી બચવા સાવચેતી રાખવા આપી સલાહ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ચૂંટણી પંચનું મેન્યુઅલ તો એમ પણ કહે છે કે,  જો મત ટ્રાન્સફર માટેની અરજી છેલ્લી તારીખ પછી પણ આવો તો વિશેષ કેસમાં તેના પર વિચાર કરવામાં આવી શકે છે. અહીં તો એક ઉમેદવારની ઉમેદવારીનો સવાલ છે અને તેઓ પટપડગંજથી ચૂંટણી લડી શકશે કે નહીં તે સવાલ છે. આવી સ્થિતિમાં અમે આ મામલે ચૂંટણી પંચ સાથે વાત કરીશું કે અવધ ઓઝાનો મત ટ્રાન્સફર કરવામાં આવે જેથી તેઓ ઉમેદવારી નોંધાવી શકે.