Get The App

ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
Pem Wang Thongdok


Pem Wang Thongdok: ચીનના શંઘાઈ એરપોર્ટ પર તાજેતરમાં ચીની અધિકારીઓ દ્વારા અપમાન અને સતામણીનો ભોગ બનેલી અરુણાચલ પ્રદેશની મહિલાએ હવે સોશિયલ મીડિયા પર તેને નિશાન બનાવનારા ટ્રોલ્સને મજબૂત જવાબ આપ્યો છે. તેણે સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાં માત્ર તેમના વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ સમગ્ર દેશના હિતમાં હોય છે. આ નિવેદન દ્વારા તેણે તમામ ભારતીયો વચ્ચે એકતા અને રાષ્ટ્રવાદનો મજબૂત સંદેશો આપ્યો છે.

સમર્થન બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો

પેમા વાંગ થૉંગડૉકે તેનું સમર્થન કરવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો, સાથે જ ટ્રોલ્સને જડબાતોડ જવાબ પણ આપ્યો. થૉંગડૉકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'હું આ રાજદ્વારી(ડિપ્લોમેટિક) મુદ્દાના સમર્થનમાં બોલનારા તમામ લોકોનો આભાર માનવા માંગુ છું. હું અહીં નવી છું, હું 'X' પર વધુ એક્ટીવ નથી, કારણ કે હું નાણાકીય સેવાઓમાં ખૂબ જ ઉચ્ચ સ્તરીય પદ પર કાર્યરત છું અને મારી પાસે ટ્રોલ કરનારાઓને જવાબ આપવા માટે નવરાશનો સમય નથી.'

'આપણે એક રાષ્ટ્ર છીએ અને હંમેશા એકબીજા માટે ઊભા છીએ'

થૉંગડૉકે આગળ કહ્યું કે, 'જે લોકો સાચા છે, તે તેની વાત સમજે છે અને જે લોકો આ વાત નથી સમજતા, તેવા લોકો સાથે હું વાત નથી કરવા માંગતી. ભારતીયોએ એકજૂથ થવું જોઈએ અને એકબીજાની સાથે ઊભા રહેવું જોઈએ. હું ભારતમાં રહેતી પણ નથી, તેથી ભારત સરકારનું કોઈપણ પગલું મારા વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ અહીં રહેતા મારા સાથી ભારતીયો અને ખાસ કરીને અરુણાચલવાસીઓના લાભ અને ગૌરવ માટે હશે. આપણે એક રાષ્ટ્ર છીએ અને આપણે એકબીજા માટે ઊભા છીએ અને હંમેશા ઊભા રહીશું.'

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત

શું હતી ઘટના? 

પેમા વાંગ થૉંગડૉક આરોપ લગાવ્યો હતો કે 21 નવેમ્બરના રોજ જ્યારે તે લંડનથી જાપાન જઈ રહી હતી, ત્યારે શંઘાઈ એરપોર્ટ પર 3 કલાકના ટ્રાન્ઝિટ હોવા છતાં, ચીની અધિકારીઓએ તેને લગભગ 18 કલાક સુધી રોકી રાખી હતી. તેમજ ઇમિગ્રેશન અધિકારીઓએ તેના ભારતીય પાસપોર્ટને માન્ય રાખવાનો જ ઇનકાર કરી દીધો હતો અને દાવો કર્યો હતો કે તેનું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ ચીનનો એક ભાગ છે.

ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું 2 - image

Tags :