India

અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- '35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન'

By GS TEAM
19 Nov 20252 mins read
TukuTouch Logo
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને આજે(19 નવેમ્બર) અમેરિકાથી ભારત લવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA) દ્વારા તેને કસ્ટડીમાં લઈ લેવાયો છે. ઍરપોર્ટ પરથી સીધો તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- '35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન'

Anmol Bishnoi News: લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને આજે(19 નવેમ્બર) અમેરિકાથી ભારત લવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA) દ્વારા તેને કસ્ટડીમાં લઈ લેવાયો છે. ઍરપોર્ટ પરથી સીધો તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવાયો હતો. પટિયાલા હાઉસ કોર્ટે અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. આ નિર્ણય તે સમયે લેવાયો જ્યારે NIAએ કોર્ટની સામે તર્ક આપ્યો કે અનમોલની કસ્ટોડિયલ પૂછપરછ ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમના વિરૂદ્ધ 35થી વધુ હત્યાકાંડ, 20થી વધુ અપહરણ, ખંડણી, ધમકી અને હિંસાથી જોડાયેલા કેસોમાં સંડોવણીના મજબૂત પુરાવા મળ્યા છે. અનમોલ બાબા સિદ્દિકી અને સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ સહિતના હાઇપ્રોફાઇલ કેસમાં પણ આરોપી છે.

19 નવેમ્બરે IGI એરપોર્ટ પર NIA અને દિલ્હી પોલીસની વિશેષ ટીમે તેની ધરપકડ કરી. તેને ડાયરેક્ટ કોર્ટ લઈ જવાયો, જ્યાં કોર્ટે તેને રિમાન્ડ પર મોકલી દીધો. કેસની ગંભીરતાને જોતા સમગ્ર ઘટનાક્રમની ઇન-કેમેરા સુનાવણી કરાઈ, જેમાં મીડિયા સહિત બહારના લોકોને પ્રવેશ નથી અપાયો.

એજન્સીએ કોર્ટમાં દલીલ આપી કે અનમોલની પાસે ભારતના 2 પાસપોર્ટ મળવાના મામલે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યાની શક્યતા છે, જે ગુનાહિત નેટવર્કની સાબિતી આપે છે. મર્ડર સહિત તમામ ગંભીર કેસોમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કસ્ટેડિયલ પૂછપરછ ખૂબ જ જરૂરી છે, જેથી જાણી શકાય કે આ ઘટનાઓને અંજામ આપવામાં તેની સાથે કોણ કોણ સામેલ હતું, ફંડિંગ ક્યાંથી આવતું હતું અને ગુનાનું સંચાલન કયા નેટવર્ક દ્વારા કરાતું હતું.

કોર્ટે દલીલો સાંભળ્યા બાદ NIAને અનમોલ બિશ્નોઈની 11 દિવસની કસ્ટડી આપી દીધી છે, જેનાથી એજન્સીને તેની કડક પૂછપરછ કરવા અને સંપૂર્ણ ગેંગનો પર્દાફાશ કરવાનો મોકો મળશે.


2023માં અમેરિકાથી પકડાયો હતો અનમોલ

જણાવી દઈએ કે, અનમોલ, જે 2022થી ફરાર હતો, નવેમ્બર 2023માં અમેરિકામાં પકડાયો હતો. તે સિદ્ધૂ મૂસેવાલાની હત્યા, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ અને બાબા સિદ્દિકીની હત્યા સહિતના અનેક હાઈ-પ્રોફાઈલ કેસમાં આરોપી હતો. NIAએ માર્ચ 2023માં દાખલ કરેલી પોતાની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે અનમોલે 2020થી 2023 વચ્ચે કેનેડા સ્થિત આતંકવાદી ગોલ્ડી બરાર અને પોતાના ભાઈ લોરેન્સ બિશ્નોઈની સાથે મળીને અનેક આતંક અને હિંસાના કેસોને અંજામ આપવામાં સક્રિય ભૂમિકા નિભાવી હતી.