આર્મી કેન્ટીનમાં ઓલ્ડ મોંકના 3 વેરિયન્ટ સહિત દારૂની 6 બ્રાન્ડના ઓર્ડર અને પરમિટ પર રોક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Army CSD Canteen Liquor Ban: દેશભરના સૈનિકો અને પૂર્વ સૈનિકો માટે સૈન્ય કેન્ટીન (Canteen Stores Department - CSD)માંથી દારૂની ખરીદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI ની તાજેતરની એન્ફોર્સમેન્ટ કાર્યવાહીને ધ્યાનમાં રાખીને CSD હેડક્વાર્ટર દ્વારા ઓલ્ડ મંક (Old Monk) અને રોયલ ચેલેન્જ (Royal Challenge) જેવી અગ્રણી બ્રાન્ડ્સના કુલ ૬ આલ્કોહોલિક લિક્વિડ ઇન્ડેક્સના નવા ઓર્ડર અને પરમિટ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયના કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (LIF બ્રાન્ચ) દ્વારા 11 ઓગસ્ટ 2026ના રોજ જારી કરાયેલા સત્તાવાર પત્રમાં તમામ એરિયા મેનેજર્સ અને CSD ડેપોને આ અંગે આદેશો આપી દેવાયા છે.
કઈ 6 બ્રાન્ડ્સના ઓર્ડર સસ્પેન્ડ કરાયા?
CSDના સત્તાવાર પત્ર અનુસાર, નીચે દર્શાવેલી પ્રોડક્ટ્સના પ્લેસમેન્ટ ઓર્ડર્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,
- Old Monk Gold Reserve Rum (Index No. 78220)
- Old Monk The Legend Rum (Index No. 78213)
- Old Monk XXX Matured Rum (Index No. 78154)
- McDowell's No.1 Celebration Matured XXX Rum (Index No. 78212)
- Antiquity Blue Whisky (Index No. 79226)
- Royal Challenge Whisky (Index No. 79194)
શા માટે લેવાયો આ નિર્ણય?
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ FSSAI દ્વારા 2 ઓગસ્ટ 2026ના રોજ PIB પ્રેસ રિલીઝ મારફતે માહિતી આપવામાં આવી હતી કે, કેટલીક આલ્કોહોલ ઉત્પાદક કંપનીઓ દ્વારા પ્રોડક્ટના નામકરણ, બ્લેન્ડિંગના ભ્રામક દાવા અને બિન-મંજૂર આર્ટિફિશિયલ ફ્લેવર્સ(કૃત્રિમ સુગંધ/સ્વાદ)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ગુણવત્તા નિયમોના ઉલ્લંઘનને કારણે CSD સક્ષમ સત્તાધિકારીએ આ નિર્ણય લીધો છે.
શું કેન્ટીનમાં આ દારૂ સંપૂર્ણ પ્રતિબંધિત થયો?
સોશિયલ મીડિયા પર એવી અફવાઓ છે કે, આ બ્રાન્ડ્સ પર કાયમી પ્રતિબંધ મુકાયો છે. પરંતુ પત્રની વિગતો મુજબ આ માત્ર એક કામચલાઉ સસ્પેન્શન છે. તમામ એરિયા મેનેજરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી આદેશો ન મળે ત્યાં સુધી આ પ્રોડક્ટ્સ માટેના કોઈ પણ પેન્ડિંગ G-ઓર્ડર્સને પરમિટમાં કન્વર્ટ ન કરે અને સંબંધિત રાજ્યના આબકારી વિભાગ પાસેથી નવી પરમિટ મેળવવાનું પણ ટાળે.
ઉલ્લેખનીય છે કે, આ મામલે કેટલીક પ્રખ્યાત દારૂ ઉત્પાદક કંપનીઓએ FSSAIના આ આદેશને હાઈકોર્ટમાં પણ પડકાર્યો છે અને કોર્ટે FSSAI પાસે આગામી 24 ઓગસ્ટ 2026 સુધીમાં જવાબ માંગ્યો છે. તેથી આગામી દિવસોમાં કોર્ટની સુનાવણી અને સરકારના નવા આદેશો બાદ જ આ બ્રાન્ડ્સનું ભવિષ્ય નક્કી થશે.









