જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, Ak-47 અને હેન્ડગ્રેન્ડ પણ જપ્ત કર્યા
Security forces have arrested two terrorists in Mandi : જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારના મંડી સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક AK-47 અને એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે. ઘટનાની માહિતી આપતાં પૂંછ પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : લખનઉમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં બ્લાસ્ટમાં, 6 લોકોના મોતની આશંકા
દરોડાની કાર્યવાહી
પોલીસે જણાવ્યું કે, આ દરમિયાન પોલીસે દરોડા પણ પાડ્યા હતા. આ દરમિયાન, આઝમાબાદ સ્થિત એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી આ ઘરના માલિક સ્થાનિક રહેવાસી તારિક શેખ અને ચેમ્બર ગામના રહેવાસી તેના સાથી રિયાઝ અહેમદની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો : PM મોદીએ ચીનથી કરી મન કી બાત, ટ્રમ્પના ટેરિફ પ્રહાર વચ્ચે સ્વદેશી અપનાવવા કરી અપીલ
બંનેની પૂછપરછ કરાઈ
અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ બાદ, બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમની પાસેથી મળેલી માહિતીના આધારે, પોલીસે જાલિયન ગામમાં સ્થિત શેખના બીજા ભાડાના મકાન પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી આ હથિયારો મળી આવ્યા હતા.