Get The App

કોરોના વોરિયર્સને સેનાએ કરી સલામ, પોલીસ વૉર મેમોરિયલ પર પુષ્પવર્ષા કરાઈ

Updated: May 3rd, 2020

GS TEAM

Google News
Google News




કોરોના વોરિયર્સને સેનાએ કરી સલામ, પોલીસ વૉર મેમોરિયલ પર પુષ્પવર્ષા કરાઈ 1 - image

નવી દિલ્હી, તા. 03 મે 2020 રવિવાર

કોરોના કર્મવીરોને આજે સરહદના શૂરવીર સલામી રજૂ કરી રહ્યા છે. સેનાના ત્રણેય અંગોના જવાન કોરોના હાર અપાવવામાં જોડાયેલા હજારો ડૉક્ટરો, નર્સો  અને મેડીકલ સ્ટાફ, સફાઈ કર્મચારી અને ફ્રન્ટલાઈન યોદ્ધાઓ પ્રતિ આભાર પ્રકટ કરતા તેમની પર પુષ્પવર્ષા કરી.

કોરોના વોરિયર્સને સેનાએ કરી સલામ, પોલીસ વૉર મેમોરિયલ પર પુષ્પવર્ષા કરાઈ 2 - image

આ અનમોલ નજારો સમગ્ર ભારતમાં ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી જોવા મળશે. દિલ્હી પોલીસ વૉર મેમોરિયલમાં સલામી આપતા આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે.

કોરોના વોરિયર્સને સેનાએ કરી સલામ, પોલીસ વૉર મેમોરિયલ પર પુષ્પવર્ષા કરાઈ 3 - image

જોકે, દિલ્હી એનસીઆર વિસ્તારમાં બદલાયેલા મોસમ અને વરસાદના કારણે કોરોના વૉરિયર્સના સન્માનમાં આયોજિત થનારા એરફોર્સનો સલામી કાર્યક્રમ 1 કલાક મોડો શરૂ થશે. હવે આ 11 વાગે આયોજિત કરાશે જ્યારે પહેલા 10 વાગ્યાનો કાર્યક્રમ હતો. એરફોર્સે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.


Tags :