Get The App

12 કરોડના iphone ની ધોળા દિવસે લૂંટ, કાર્યવાહી ન કરનારા પોલીસ અધિકારીઓ પણ ફસાયા

Updated: Sep 1st, 2024

GS TEAM

Google News
Google News
12 કરોડના iphone ની ધોળા દિવસે લૂંટ, કાર્યવાહી ન કરનારા પોલીસ અધિકારીઓ પણ ફસાયા 1 - image

Apple Phones Stolen In Madhya Pradesh: મધ્યપ્રદેશના સાગર જીલ્લામાં 12 કરોડ રૂપિયાના આઈફોનની ચોરીની ફરિયાદ નોંધવામાં બેદરકારી કરનાર પોલીસકર્મીઓને મોંઘી પડી છે. આ મામલામાં સંબંધિત પોલીસ અધિકારી સામે ર્કાયવાહી કરવામાં આવી છે.

14 ઓગસ્ટના રોજ હૈદરાબાદથી એપલ કંપનીના કિંમતી મોબાઈલ ફોન લઈને એક કન્ટેનર (UP 14 PT 0103) દિલ્લી જઈ રહ્યું હતું. કન્ટેનરમાં ડ્રાઈવર સાથે એક સુરક્ષા ગાર્ડ પણ હાજર હતો. લાખનાડોન નજીક અન્ય એક સુરક્ષા ગાર્ડ પણ કન્ટેનરમાં ચડ્યો હતો. ત્યારબાદ બંને ગાર્ડને લઈને ડ્રાઈવર આગળ રવાના થયો હતો. મોડી રાતે ડ્રાઈવર કન્ટેનરને બાજુમાં પાર્ક કરીને ઊંઘી ગયો હતો. બંને સિક્યુરિટી ગાર્ડ પણ સૂઈ ગયા. બીજા દિવસે એટલે કે 15મી ઓગસ્ટે જ્યારે કન્ટેનર ડ્રાઈવર જાગ્યો ત્યારે તે હાઈવે પર સ્થિત બાંદરી નામના સ્થળે હતો. અને તેના હાથ, પગ અને મોઢુ બાંધેલા હતા. કોઈક રીતે ડ્રાઈવરે હાથ પગ છોડીને ટ્રક તરફ ફરીને જોયું તો તેનો ગેટ ખુલ્લો હતો અને મોબાઈલ ફોન ગાયબ હતા. કન્ટેનરમાં બેઠેલા બંને સિક્યુરિટી ગાર્ડ ભાગી ગયા હતા. કન્ટેનરમાં ભરેલા અડધા મોબાઈલ ફોન ચોરાઈ ગયા હતા. અને ચોર કન્ટેનરમાં રાખેલા 12 કરોડની કિંમતના 1600 મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, ટ્રકનો ડ્રાઇવરે ઘટના બાદ તત્કાલીન બાંદરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પરંતુ અધિકારીઓએ તેના નિવેદનના આધારે ફરિયાદ નોંધી ન હતી. હવે સાગર ઝોનના પોલીસ મહાનિરીક્ષક પ્રમોદ વર્માએ શુક્રવારે બાંદરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ભાગચંદ ઉઈકે અને સહાયક સબ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર પાંડે વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. કોન્સ્ટેબલ રાજેશ પાંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સાગર જીલ્લાના અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, 'અમે ટ્રાન્સપોર્ટર્સના દાવાની ચકાસણી કરી રહ્યા છીએ. ફોન બનાવનારી કંપની એપલે હજુ સુધી પોલીસનો સંપર્ક કર્યો નથી. હું હાલમાં સ્થળ પર છું. ટ્રકની વિડિયોગ્રાફી ચાલી રહી છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ તરત જ કેસ નોંધવામાં આવશે. આ દરમિયાન ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.'

12 કરોડના iphone ની ધોળા દિવસે લૂંટ, કાર્યવાહી ન કરનારા પોલીસ અધિકારીઓ પણ ફસાયા 2 - image

Tags :