Get The App

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વધુ એક 'વંદે ભારત' ટ્રેન, ટોપ લેવલની છે સુવિધાઓ

Updated: May 18th, 2024

GS TEAM


Google News
Google News
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વધુ એક 'વંદે ભારત' ટ્રેન, ટોપ લેવલની છે સુવિધાઓ 1 - image


Image: Wikipedia

Vande Bharat Train: ભારતીય રેલવે ટૂંક સમયમાં મુંબઈ અને અમદાવાદની વચ્ચે દોડનારી ત્રીજી વંદે ભારત ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ચેન્નઈમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં નિર્મિત, આ નવી ટ્રેને હાઈ સ્ટાન્ડર્ડને પૂરુ કરવા માટે 15,000 કિલોમીટરની ટ્રાયલ પૂરી કરી લીધી છે.

પહેલાથી વધુ એનર્જી એફિશિયન્ટ અને આરામદાયક છે ટ્રેન : નવી વંદે ભારત ટ્રેનમાં ગત મોડલ જેમ કે નવી દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-કટરા રૂટ પર ચાલનારી ટ્રેનોની તુલનામાં વધુ એનર્જી એફિશિયન્ટ અને આરામદાયક છે. તેને ટોપ સ્તરની સુરક્ષા અને સુવિધાઓ આપવા માટે ડિઝાઈન કરવામાં આવી છે જે પહેલાથી મુંબઈ અમદાવાદ રૂટ પર યાત્રાને વધુ શ્રેષ્ઠ બનાવે છે.

યાત્રાનો સમય અને સ્પીડ : ટ્રેન વાદળી અને સફેદ રંગમાં હશે અને તેમાં જંતુ ફ્રી હવા માટે હાઈ એફિશિયન્ટી ધરાવતા કોમ્પ્રેસર અને યુવી લેમ્પ સાથે એડવાન્સ્ડ એર કંડીશનિંગ હશે. નવી વંદે ભારત ટ્રેન માત્ર 140 સેકન્ડમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સુધી પહોંચી જાય છે. તેના છેલ્લા મોડલની તુલનામાં યાત્રા સમયમાં લગભગ 45 મિનિટનો ઘટાડો આવશે, જેનાથી યાત્રા લગભગ 5 કલાક અને 25 મિનિટમાં પૂરી થશે.

શેડ્યૂલ અને સ્ટોપ : નવી ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે. અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22962) સવારે 06.10 વાગે અમદાવાદથી રવાના થશે અને 11.35 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. વાપસી યાત્રા (ટ્રેન સંખ્યા 22961) મુંબઈ સેન્ટ્રલથી સાંજે 15.55 વાગે પ્રસ્થાન કરશે અને રાત્રે 21.25 વાગે અમદાવાદ પહોંચશે. સ્ટોપમાં સામેલ છે.

  • અમદાવાદ
  • વડોદરા 
  • સુરત
  • વાપી
  • બોરીવલી
  • મુંબઈ સેન્ટ્રલ

પોતાની અંતિમ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી થયા બાદ મુંબઈ-અમદાવાદ માર્ગ પર નવી વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં સત્તાવાર લોન્ચ થવાની છે. મુસાફર ઝડપી, સુરક્ષિત અને વધુ આરામદાયક યાત્રાની આશા કરી શકે છે.

Tags :