જમ્મુ-કાશ્મીરમાં ફરી મોટું ઓપરેશન, કુલગામમાં ત્રણ આતંકી ઠાર, રાતભર અથડામણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં શુક્રવારે શરૂ થયેલ સર્ચ ઓપરેશન આખી રાત બાદથી હજુ પણ ચાલુ છે. ઓપરેશન દરમિયાન, સેનાએ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીને ઠાર માર્યા છે. સેનાને આશંકા છે કે બેથી ત્રણ આતંકવાદીઓ હજુ પણ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે.
ચિનાર કોર્પ્સે આ માહિતી આપી
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની સંયુક્ત ટીમે આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના જંગલ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન, મોડી રાત્રી સુધી આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે.








