Get The App

HMPVનો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક પોઝિટિવ મળતાં દોડધામ

Updated: Jan 11th, 2025

GS TEAM

Google News
Google News
HMPVનો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક પોઝિટિવ મળતાં દોડધામ 1 - image


Image: Freepik

HMPV Case: ભારતમાં એચએમપીવી વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે આસામમાં તેનો નવો કેસ સામે આવ્યો છે. શનિવારે અધિકારીઓએ જણાવ્યું કે 10 મહિનાના બાળકમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (એચએમપીવી) સંક્રમણ મળ્યું છે. 

ડિબ્રૂગઢમાં ચાલી રહી છે સારવાર

અધિકારીઓએ જણાવ્યું કે 'બાળકની ડિબ્રૂગઢના આસામ મેડીકલ કૉલેજ અને હૉસ્પિટલ(એએમસીએચ)માં સારવાર ચાલી રહી છે અને હવે તેની હાલત સ્થિર છે. બાળકને ચાર દિવસ પહેલા શરદી-ખાંસીના લક્ષણોના કારણે સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.' 

નિયમિત તપાસમાં જાણ થઈ

હૉસ્પિટલના અધિક્ષકે કહ્યું કે 'લાહોવાલ સ્થિત આઇસીએમઆર-આરએમઆરસીથી તપાસના પરિણામ મળ્યા બાદ કાલે એચએમપીવી સંક્રમણની પુષ્ટિ થઈ. ઇન્ફ્લૂએન્ઝા અને ફ્લૂથી સંબંધિત મામલામાં તપાસ માટે સેમ્પલ નિયમિત રીતે ભારતીય તબીબી સંશોધન પરિષદને મોકલવામાં આવે છે. તેમાં આ રિપોર્ટ આવ્યો. આ એક નિયમિત તપાસ હતી, જે દરમિયાન એચએમપીવી સંક્રમણની જાણ થઈ. બાળક હવે સ્થિર છે. આ એક સામાન્ય વાઇરસ છે અને ચિંતાની કોઈ વાત નથી.

આ પણ વાંચો: લિવ ઈન રિલેશન પાર્ટનરની હત્યા કરી 6 મહિના ફ્રિજમાં પૂરી રાખી, પહેલાથી વિવાહિત પ્રેમી ઝડપાયો

આ કોઈ નવો વાઇરસ નથી, 2014માં પણ મળ્યા હતા કેસ

આઇસીએમઆર પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર લાહોવાલ(ડિબ્રૂગઢ)ના વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. બિસ્વજીત બોરકાકોટીએ કહ્યું કે '2014થી અમે ડિબ્રૂગઢ જિલ્લામાં 110 એચએમપીવી મામલાની તપાસ કરી છે. આ ત્યાંનો પહેલો કેસ છે. દર વર્ષે આની જાણ થાય છે અને આમાં કંઈ પણ નવું નથી.'

ઝડપથી કેસ વધી રહ્યા છે

દેશમાં એચએમપીવી વાઇરસના કેસ વધ્યા છે. અત્યાર સુધી 13 કેસ સામે આવી ચૂક્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આસામ, કેરળ સહિત ઘણા રાજ્યોમાં આના કેસ મળ્યા છે.

Tags :