ASEAN દેશોને ચીનની બી ટીમ ગણાવતાં કોંગ્રેસ ભડકી, પીયુષ ગોયલ પર કર્યા પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Congress Slams over Goyal's ASEAN remarks: કેન્દ્ર સરકારના એક નિવેદનથી ભારત-ASEAN સંબંધોમાં તણાવ આવ્યો છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના 'બી ટીમ ઓફ ચાઇના' નિવેદન પર ASEAN દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. આ મુદ્દે કોંગ્રેસે પણ સરકારની ટીકા કરી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મીડિયા રિપોર્ટ શેર કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
આ મીડિયા રિપોર્ટ મુજબ, ભારત-ASEAN મુક્ત વેપાર કરાર (FTA) ની સમીક્ષામાં સામેલ ASEAN કો-ચેર ગોયલની તાજેતરની ટિપ્પણી પર અસંતોષ વ્યક્ત કર્યો છે. ગોયલે દક્ષિણ-પૂર્વ ASEAN દેશોને 'ચીનની બી ટીમ' તરીકે સંબોધિત કર્યા હતાં.
જયરામ રમશે પ્રહારો કર્યા
જયરામ રમેશે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતના બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામ જેવા 10 ASEAN દેશો સાથે ઊંડા ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સંબંધો છે. લગભગ 60 વર્ષ જૂના આ સંગઠનનું સંયુક્ત અર્થતંત્ર ભારત કરતાં થોડું ઓછું છે. આવી સ્થિતિમાં, વાણિજ્ય મંત્રીએ આ દેશોને 'ચીનની બી ટીમ' તરીકે સંબોધિત કરી તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. ASEAN એ પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. જેનાથી ભારતીય રાજદ્વારી નીતિને ફટકો વાગ્યો છે. જેની જરાય જરૂર ન હતી.
શું આપ્યું હતું નિવેદન?
ગયા અઠવાડિયે લંડનના સાયન્સ મ્યુઝિયમમાં આયોજિત ઇન્ડિયા ગ્લોબલ ફોરમના સેશનમાં પિયુષ ગોયલે કહ્યું હતું કે 15 વર્ષ પહેલાં અમે એવા દેશો સાથે FTA પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જે અમારા સ્પર્ધકો હતા. જો હું ASEAN દેશોની વાત કરૂ તેમની સાથે કરાર કરી અમે અમારા જ સ્પર્ધકો માટે અમારા જ બજાર ખુલ્લા મૂક્યા હતા. જો કે, હવે તેમાંથી ઘણા દેશ ચીનની બી ટીમ બની ગયા છે.
કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી
કોંગ્રેસે ગોયલના નિવેદન પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. પાર્ટી પ્રવક્તા આનંદ શર્માએ તેને 'બેજવાબદાર અને અપમાનજનક' ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આવા નિવેદનો ભારત-ASEAN દેશો વચ્ચેના વર્ષો જૂના વિશ્વાસ અને ભાગીદારીને નુકસાન પહોંચાડી શકે છે. સરકારે જવાબદારીપૂર્વક બોલવું જોઈએ અને એવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ જે આપણા પડોશીઓને નુકસાન પહોંચાડે.








