યુપી કે ગુજરાત નહીં, આ રાજ્યમાં સૌથી વધુ 'લખપતિ દીદી', જુઓ લિસ્ટ
દેશમાં સૌથી વધુ લખપતિ દીદીઓ બાબતે ગ્રામીણ વિકાસ મંત્રાલયે એક ડેટા જાહેર કર્યો
દક્ષિણ ભારતનું એક રાજ્ય છે અગ્રણી
Lakhpati Didi Scheme: દેશમાં લખપતિ દીદીઓની સંખ્યા સતત વધી રહી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, લખપતિ દીદીઓની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે, જેઓ દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા કમાય છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધુ 'લખપતિ દીદીઓ' છે. આ પછી પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ આવે છે.
લખપતિ દીદી યોજનાનો ઉદ્દેશ્ય
દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનને પ્રાપ્ત કરવા માટે ત્રણ વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને તાલીમ અને વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય કૃષિ અને બિન-કૃષિ બંને ક્ષેત્રોમાં મહિલાઓને દર વર્ષે રૂ. 1 લાખની આવક મેળવવામાં મદદ કરવાનો છે.
સેલ્ફ હેલ્પ ગ્રુપને 7 લાખ કરોડ રૂપિયાની બેંક લોન
મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2013-14 થી અત્યાર સુધીમાં, સેલ્ફ હેલ્પ ગ્રુપએ લગભગ 7 લાખ કરોડ રૂપિયાની બેંક લોન મેળવી હતી. સેલ્ફ હેલ્પ ગ્રુપની એનપીએ 9.58 ટકા હતી, જે હવે ઘટીને 1.8 ટકા થઈ ગઈ છે. મંત્રાલય બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સખીઓની સંખ્યા વધારવા પર પણ વિચાર કરી રહ્યું છે.
ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં 'લખપતિ દીદીઓ' કેટલી?
ઉત્તર પ્રદેશમાં 6.68 લાખ
ગુજરાતમાં 4.94 લાખ
તમિલનાડુમાં 2.64 લાખ
કેરળમાં 2.31 લાખ
મહારાષ્ટ્રમાં 8.99 લાખ
રાજસ્થાનમાં 2.02 લાખ
બિહારમાં 1.16 લાખ
ગોવામાં 206
લદ્દાખમાં 51723
જમ્મુ-કાશ્મીરમાં 29070
મેઘાલયમાં 33,856
મિઝોરમમાં 16087
મણિપુરમાં 12499
નાગાલેન્ડમાં 10494
લક્ષદ્વીપમાં એક પણ 'લખપતિ દીદી' નથી
મંત્રાલય અનુસાર, આંધ્રપ્રદેશમાં 13.65 લાખ 'લખપતિ દીદીઓ' છે. તેમજ પશ્ચિમ બંગાળમાં 10.11 લાખ લાખપતિ દીદીઓ અને મધ્ય પ્રદેશમાં 9.54 લાખ લાખપતિ દીદીઓ છે. જો કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 242 લાખપતિ દીદીઓ છે. લક્ષદ્વીપમાં 'લખપતિ દીદી' નથી.