આંધ્રપ્રદેશમાં મોટું કાંડ! સરકારી હોસ્પિટલમાં જ ઓક્સિજન ખૂટી પડતાં 8 દર્દીના શ્વાસ રૂંધાતા મોત
મૃતકના પરિજનોએ ઓક્સિજન ખૂટી પડવા બદલ હોસ્પિટલના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યાં
આરોપોનો જવાબમાં હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે કોઈ દર્દીનું મોત ઓક્સિજનના અભાવે થયું નથી

image : Pixabay |
આંધ્રપ્રદેશના નેલ્લોર શહેરમાં એક સરકારી હોસ્પિટલમાં હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી હતી. અહેવાલ અનુસાર ઓક્સિજન ખૂટી પડવાને લીધે લગભગ 8 જેટલાં દર્દીઓના શ્વાસ રૂધાંતા તેઓ મોતને ભેટ્યાં છે. માહિતી મુજબ મૃતકના પરિજનોએ ઓક્સિજન ખૂટી પડવા બદલ હોસ્પિટલના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યાં હતાં.
આરોપો અંગે હોસ્પિટલના અધિકારીઓએ શું કહ્યું?
આરોપોનો જવાબ આપતા હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે કોઈ દર્દીનું મોત ઓક્સિજનના અભાવે થયું નથી. આ લોકો બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. અધિકારીઓએ દાવો કર્યો કે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ જ નથી.
8માંથી 6 દર્દી તો MICUમાં જ દાખલ હતા
માહિતી અનુસાર 8 દર્દીઓમાંથી 6ને હોસ્પિટલના મેડિકલ ઈન્ટેન્સિવ કેર યૂનિય (MICU)માં જ દાખલ કરાયા હતા. હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટે ગંભીર તપાસના આદેશ આપ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટરને પણ એક વિસ્તૃત અહેવાલ સોંપ્યો હતો. તેમણે જણાવ્યું કે ઓક્સિજનની અછત અને દર્દીઓના મૃત્યુ વચ્ચે કોઈ જ લેવા દેવા નથી.

