VIDEO | 'શું થયું...કોઈ પડી ગયો...ના કૂદ્યો....પકડો-પકડો...' ઘટના સમયનો વીડિયો આવ્યો સામે
સ્મોક બોમ્બ વડે ધૂમાડો જ ધૂમાડો કરી દેવાયો
આખી સંસદમાં પીળો ધૂમાડો છવાઈ ગયો હતો
Lok Sabha Security Breach : લોકસભામાં સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો. કાર્યવાહી દરમિયાન જ દર્શકોની ગેલેરીમાં બેસેલા બે યુવકો અચાનક સંસદ પરિસરમાં કૂદી પડ્યા. તેના બાદ લોકસભાની કાર્યવાહી અટકાવી દેવાની ફરજ પડી હતી. આ બંને યુવકોએ સંસદમાં કોઈ વસ્તુઓ ફેંકી હતી જેના પછી પીળો ધૂમાડો ઊડવા લાગ્યો હતો. આ સ્મોક બોમ્બ હોવાની માહિતી છે. લોકસભામાં હાજર સુરક્ષાકર્મીઓએ તેમને પકડી પાડ્યા હતા.
ટ્રાન્સ્પોર્ટ ભવન સામે પણ બે પકડાયા
બીજી બાજુ સંસદ ભવનની બહાર પણ બે લોકોની અટકાયત કરાઈ હતી. દિલ્હી પોલીસે કહ્યું કે અહીં ટ્રાન્સ્પોર્ટ ભવન સામે બે લોકોની અટકાયત કરાઈ હતી જેમાં એક પુરુષ અને એક મહિલા સામેલ છે.
સંસદમાં શું થયું?
બીજી બાજુ સંસદમાં બંને યુવકોએ સુરક્ષાની મજાક બનાવતાં દર્શકોની ગેલરીમાંથી કૂદકો માર્યો હતો અને સ્મોક કેન્ડલ સળગાવી હતી. જેના લીધે લોકસભામાં ધૂમાડો છવાઈ ગયો હતો. જોકે બંનેને પછીથી પકડી લેવામાં આવ્યા હતા અને બંને ગૃહોની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. જોકે પછીથી બંને ગૃહની કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી.