India
છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત
By GS TEAM
12 Oct 20251 min read

ખૈરાગઢ: છત્તીસગઢના ખૈરાગઢ જિલ્લાના સારા ગોંદી ગામમાં ૮૫ વર્ષનાં દેઓલાબાઈ તેમણે ૨૦ વર્ષથી ઊછરેલા પીપળનાં વૃક્ષને ગેરકાયદે રીતે કાપવામાં આવતા ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડયાં હતાં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દેઓલા બાઈએ પોતાના આંગણામાં બે દાયકા પહેલાં પીપળનો છોડ વાવ્યો હતો અને પોતાના સંતાનની જેમ તેનો ઉછેર કર્યો હતો. જોકે, તાજેતરમાં કેટલાક લોકોએ અંગત નફા માટે ગેરકાયદેરીતે પીપળાનું આ ઝાડ કાપી નાંખ્યું હતું. પીપળાના કપાયેલા થડ પાસે બેસીને વૃદ્ધાં રડી પડયાં હતા. દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને માનવજાત અનેક કુદરતી આપત્તિઓનો સામનો કરી રહી છે છતાં ગેરકાયદે રીતે વૃક્ષોનું નિકંદન અટકી રહ્યું નથી.









