ગુજરાતની અમૂલ ડેરી કેનેડાની કોર્ટમાં ટ્રેડમાર્કનો કેસ જીતી, ચાર વ્યક્તિઓ સામે કરી હતી પિટિશન
jનવી દિલ્હી,તા.12.જુલાઈ.2021, સોમવાર
ગુજરાતની કો ઓપરેટિવ સંસ્થા અમુલને ટ્રેડ માર્કના એક કેસમાં પહેલી વખત વિદેશની કોર્ટમાં જીત મળી છે.કેનેડાની કોર્ટે અમુલ ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયાના ટ્રેડ માર્કને માન્યતા આપી છે.
પહેલી વખખ અમૂલ દ્વારા વિદેશમાં કોઈ કંપની સામે ફરિયાદ કરવામાં આવી હતી.આ કેસમાં કેનેડાના ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડે અમૂલને 32000 ડોલરનુ વળતર ચુકવવાનો પણ આદેશ આપ્યો છે.
અમૂલ દ્વારા કેનેડાની ફેડરલ કોર્ટમાં અમૂલ કેનેડા તથા બીજા ચાર લોકો મોહિત રાણા, આકાશ ઘોષ, ચંદૂ દાસ અને પટેલ નામના વ્યક્તિ સામે પિટિશન કરવામાં આવી હતી.આ ફરિયાદ અમૂલના ટ્રેડમાર્કને લગતી હતી.જાન્યુઆરી 2020માં અમૂલને જાણકારી મળી હતી કે, અમૂલના નામ અને લોગોનો ઉપયોગ કરીને કેનેડામાં કંપની ચલાવવામાં આવી રહી છે અને તેમાં ખાલી ચાર લોકો કામ કરે છે.
અમૂલે પહેલા તેની ફરિયાદ કરી ત્યારે યોગ્ય જવાબ મળ્યો નહોતો.આખરે મામલો એપેલેટમાં પહોંચ્યો હતો ત્યારે ફેડરલ કોર્ટને ખબર પડી હતી કે, અમૂલની રજૂઆતમાં તથ્ય છે અને આ મામલામાં કોર્ટે અમૂલની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
અમૂલ દ્વારા છેલ્લા બે વર્ષથી કેનેડામાં પણ પોતાની પ્રોડક્ટસ એક્સપોર્ટ કરવામાં આવ છે.ગુજરાતની આ ડેરી દુનિયાની આઠમી સૌથી મોટી મિલ્ક પ્રોસેલર છે.જે દર વર્ષે 10.3 મિલિયન મેટ્રિક ટન દૂધનુ વેચાણ કરે છે.