India

‘હું પ્લેબૉય બની ગયો હતો...’, મુંબઈના અયાન અહેમદના લવ ટ્રેપમાં નવા ચોંકાવનારા ખુલાસા

By GS TEAM
17 Apr 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં 19 વર્ષના શિકારી અયાન અહેમદે 180 સગીર છોકરીઓને પ્રેમના જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હોવાનો, તેમના 350 જેટલા વીડિયો બનાવ્યા હોવાનો, તેમને બ્લેકમેલ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યા બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે કહ્યું કે, અહેમદનું પ્રથમ બ્રેક થયા બાદ તે પ્લેબૉય બની ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

‘હું પ્લેબૉય બની ગયો હતો...’, મુંબઈના અયાન અહેમદના લવ ટ્રેપમાં નવા ચોંકાવનારા ખુલાસા

Amravati Sexual Scandal : મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં 19 વર્ષના શિકારી અયાન અહેમદે 180 સગીર છોકરીઓને પ્રેમના જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હોવાનો, તેમના 350 જેટલા વીડિયો બનાવ્યા હોવાનો, તેમને બ્લેકમેલ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યા બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે કહ્યું કે, અહેમદનું પ્રથમ બ્રેક થયા બાદ તે પ્લેબૉય બની ગયો હતો.

અહમદની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

કેસની તપાસ કરી રહેલી પોલીસે આરોપીની પૂછપરછ કરી છે, જેમાં અહેમદે સામાન્ય રીતે કહ્યું કે, પ્રથમ બ્રેક થયા બાદ તે પ્લેબૉય બની ગયો હતો. તપાસ અધિકારીઓએ કહ્યું કે, આ મામલો માનસિક બિમારીથી વધુ આરોપીમાં ખાસ પ્રકારનો વિચાર અને જીવનશૈલી સાથે જોડાયેલો લાગે છે. અહેમદ સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય હતો. સમગ્ર કેસમાં તેની લાઈફસ્ટાઈલનો મુખ્ય રોલ હોવાનું પણ સામે આવ્યું છે.

સારી કમાણી છતાં નાણાં ઉધાર લઈને દેખાડો કરતો

પોલીસે વધુમાં કહ્યું કે, અયાન મોબાઈલ ફોનનો સારો બિઝનેસ કરતો હતો. આ ઉપરાંત તે ઈન્સ્ટાગ્રામ પર પેડ પ્રમોશન દ્વારા પણ કમાણી કરતો હતો. તેના લગભગ 18 હજાર ફૉલોઅર્સ હતા. આજ કારણે તેની સોશિયલ મીડિયા પર સારી પક્કડ હતી. તેમ છતાં તે મિત્રો અને પરિવાર પાસેથી ઉધારમાં નાણાં લેતો હતો. આરોપી તે નાણાંનો ઉપયોગ આલીશાન અને બનાવટી જીવનશૈલીનો દેખાડો કરવા પાછળ ખર્ચતો હતો.

આ પણ વાંચો : અમરાવતી યૌન કેસ: 19 વર્ષના 'શિકારી'એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ

છોકરીઓને ફસાવવાનું પણ કરતો હતો પ્લાનિંગ

આરોપી સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓનો સંપર્ક કરતો હતો અને ધીમે ધીમે તેણી સાથે મિત્રતા વધારતો હતો. તે છોકરીઓનો વિશ્વાસ જીતવા માટે  લગભગ ચારથી પાંચ મહિના સુધી પ્રયાસ કરતો હતો. જ્યારે છોકરીઓ વિશ્વાસમાં આવી જતી હતી, ત્યારે તે કથિત શારીરિક સંબંધ બનાવવાની માંગ કરતો હતો અથવા તેણી પર દબાણ નાખતો હતો.

અયાતનના રાજકીય સંબંધો

પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે, આરોપી રાજકીય સંબંધ ધરાવતો હતો. અયાન અહમદ એક સમયે અમરાવતીમાં AIMIMનું સોશિયલ મીડિયા હેન્ડલ સંભાળતો હતો, જોકે પછી તેણે હટાવી દેવાયો હતો.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની મુશ્કેલી વધી! હાઈકોર્ટે FIR દાખલ કરવાનો આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો