Get The App

અમિત શાહે રાષ્ટ્રપતિ મુર્મૂને પહલગામ હુમલાની આપી માહિતી, MEAમાં અનેક દેશોના રાજદૂતોની બેઠક

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
અમિત શાહે રાષ્ટ્રપતિ મુર્મૂને પહલગામ હુમલાની આપી માહિતી, MEAમાં અનેક દેશોના રાજદૂતોની બેઠક 1 - image


Pahalgam Terrorist Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકારે કડક પગલા ઉઠાવવાનું શરુ કરી દીધું છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણય લીધા બાદ હવે આજે ગુરુવારે (24 એપ્રિલ) વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાના સંદર્ભમાં તેને મહત્ત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહે પહલગામ હુમલાની માહિતી રાષ્ટ્રપતિ મુર્મૂને આપી હતી.

તેની સાથો સાથ વિદેશ મંત્રાલયમાં પણ એક મહત્ત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જેમાં અનેક દેશોના રાજદૂતોને બોલાવાયા છે. જેને લઈને જર્મની, જાપાન, પોલૅન્ડ, બ્રિટન અને રશિયા સહિત તમામ દેશોના રાજદૂત સાઉથ બ્લોક ખાતે વિદેશ મંત્રાલયના કાર્યાલય પહોંચ્યા છે. આ રાજદૂતોને પહલગામ આતંકવાદી હુમલાની વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે અને ભારતની સુરક્ષા ચિંતાઓથી અવગત કરાઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, MEAના વરિષ્ઠ અધિકારી તેમને હુમલા પાછળ સંભાવિત આતંકવાદી સંગઠનો, પાકિસ્તાનની ભૂમિકા અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવશે.

સેના પ્રમુખ જશે બેસરન 

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શુક્રવારે ખુદ સ્થિતિની સમીક્ષા કરશે અને બેસરનમાં હુમલાની જગ્યાએ પહોંચશે. તેઓ ત્યાં સૈન્ય કમાન્ડરો અને સ્થાનિક અધિકારીઓ સાથે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે. સેનાનું આ કદમ આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહીની દિશામાં એક મજબૂત સંકેત મનાઈ રહ્યા છે.

Tags :