For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્કૂલો ખોલવાની તૈયારી વચ્ચે AIIMSનો આ ચોંકાવનારો રિપોર્ટ વધારી શકે છે ટેન્શન

Updated: Nov 6th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા.6 નવેમ્બર 2020, શુક્રવાર

દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 84 લાખ જેટલા દર્દીઓ નોંધાઈ ચુક્યા છે.કોરોનોનુ સંક્રમણ હજી પણ યથાવત છે અને તેની વચ્ચે ગુજરાત સહિતના ઘણા રાજ્યોએ સ્કૂલો ખોલવા માટે કવાયત શરુ કરી દીધી છે અથવા સ્કૂલો ખોલવા માંેડી છે.

જોકે સ્કૂલો ખુલતાની સાથે જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોનાના સંક્રમણની ઝપટે ચઢી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.સ્કૂલો ખોલવામાં કેટલુ જોખમ છે તેનો અંદાજ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સની લેટેસ્ટ રિપોર્ટથી લગાવી શકાય છે.આ રિપોર્ટ પ્રમાણે 12 વર્ષથી આોછી વયના જે બાળકોને કોરોના થયો છે તેમાંના 73 ટકા બાળકોમાં કોરોનાના કોઈ લક્ષ્ણ જોવા મળ્યા નથી.આ સંજોગોમાં ટેસ્ટ કર્યા વગર એ નક્કી કરવુ પણ મુશ્કેલ છે કે, બાળકોને કોરોના થયો હશે કે નહીં.

દેશમાં 10 રાજ્યોમાં સ્કૂલો ખુલી છે.જેમાં યુપી, બિહાર, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ જેવા વધારે વસતી વાળા રાજ્યો પણ સામેલ છે.એઈમ્સના ડેટા જોવામાં આવે તો કોરોનાથી સંક્રમિત બનેલા ચારમાંથી ત્રણ બાળકોમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.આવામાં કોઈ સંક્રમિત બાળક સ્કૂલે જાય છે તો તે બીજા વિદ્યાર્થીઓને સંક્રમિત કરી શકે છે અને એ પછી શરુ થનારા સંભિવત ચેન રિએક્શનના કારણે શું સ્થિતિ સર્જાઈ શકે તે વિચારી શકાય તેમ છે.આ સંજોગોમાં વાલીઓ બાળકોને સ્કૂલે મોકલતા ગભરાઈ રહ્યા છે તે સ્વાભાવિક છે.

આંધ્રપ્રદેશમાં 2 નવેમ્બરથી સ્કૂલો ખુલી હતી અને ત્રણ જ દિવસમાં 262 વિદ્યાર્થીઓ અને 160 શિક્ષકો કોરોના સંક્રમિત થઈ ગયા હતા.જોકે આ આંકડો કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં 0.1 ટકા પણ નથી તેવી રાજ્ય સરકારની દલીલ છે.

Gujarat