Get The App

અમેરિકી કંપનીએ સ્પેસ કાર્યક્રમ માટે ઈસરો સાથે સહયોગનો સંકેત આપ્યો

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકી કંપનીએ સ્પેસ કાર્યક્રમ માટે ઈસરો સાથે સહયોગનો સંકેત આપ્યો 1 - image


ભારતના અવકાશી કાર્યક્રમમાં રસ દાખવ્યો

વાસ્ટ કંપની પોતાના સ્પેસ સ્ટેશન સુધી અવકાશયાત્રીઓને લઈ જવા ભારતીય રોકેટનો ઉપયોગ કરી શકે

નવી દિલ્હી: વિશ્વનું પ્રથમ કમર્શિયલ સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના ધરાવતી અમેરિકી સ્થિત કંપની વાસ્ટએ ભાવિ ક્રુ પરિવહન અને વૈજ્ઞાાનિક સહયોગ માટે ભારતના ઈસરો સાથે ભાગીદારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વાસ્ટના સીઈઓ મેક્સ હોટએ ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સમાં હાજરી આપતી વખતે ઈસરોના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને ખાસ કરીને ભારતના ગગનયાન  માનવીય સ્પેસફ્લાઈટ કાર્યક્રમ બાબતે તકની ચર્ચા કરી હતી.

વાસ્ટ આગામી વર્ષે મે મહિનામાં સ્પેસ એક્સ ફાલકન ૯ ઉપર સિંગલ મોડયુલ ઓર્બિટલ સ્ટેશન હેવન-૧ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેના પછી જુલાઈ ૨૦૨૬માં એસ્ટ્રોનોટ મિશનો લોન્ચ કરશે અને આખરે ૨૦૨૮ સુધીમાં હેવન-ટુ નામનું મોટુ સ્ટેશન લોન્ચ કરશે. હોટએ ભારતના એલવીએમ-૩ રોકેટ(વન વેબ મિશનમાં ઉપયોગમાં લેવાયેલા)માં ઊંડો રસ દાખવતા જણાવ્યું કે વાસ્ટના સ્ટેશન સુધી અવકાશયાત્રીઓ માટે તે પરિવહન વાહન તરીકે સંભવિતપણે ઉપોયગમાં લઈ શકાશે.

ચાર અવકાશયાત્રીઓને સમાવિષ્ટ કરવા બનાવાયેલ હેવન-૧માં સ્લીપીંગ ક્વોર્ટર્સ, સાયન્સ લોકર્સ અને સામાન્ય એરીયા પણ હશે. સ્ટેશન બે અઠવાડિયાના અભિયાનને સંભાળી શકવા સમર્થ છે અને તેમાં ભારતીય વૈજ્ઞાાનિક પેલોડ યોજવાની ક્ષમતા પણ છે.

વાસ્ટએ તેના સ્પેસ મોડયુલના વિકાસને મદદ કરવા ૨૦૨૩માં નાસા સાથે પાંચ વર્ષનો ફંડ રહિત કરાર કર્યો હતો. ૨૦૩૧માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નિવૃત્ત થવાનું હોવાથી વાસ્ટ જેવી કંપનીઓ તેની ઉત્તરાધિકારી બનવાની હોડમાં છે. ભારત અને અમેરિકા વચ્ચે રાજકીય તાલમેલ પર પ્રકાશ પાડીને હોટએ જણાવ્યું કે અવકાશમાં વધુ સહયોગ માટે વિશિષ્ટ તક પર ભાર મુક્યો હતો. તેમણે નોંધ કરી કે રશિયા અને ચીન હાલ આવા સાહસો માટે અમેરિકી નીતિ સાથે મેળ નથી ધરાવતા. તેમણે ભારતના આયોજિત સ્પેસ સ્ટેશન સાથે શક્ય ભાવિ સહયોગનો પણ સંકેત આપ્યો હતો.


Tags :