મેક્સિકો, તા.20 ઓગસ્ટ-2023, રવિવાર
અમેરિકાના કેલિફોર્નિયામાં આગામી કેટલાક દિવસમાં હિલેરી વાવાઝોડા ત્રાટકવાનું છે. એવું કહેવાય છે કે, આ વાવાઝોડું છેલ્લા 84 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે, તો નિષ્ણાંતોનું કહેવું છે કે, વાવાઝોડાના કારણે 1 દિવસમાં 1 વર્ષ જેટલો વરસાદ પડી શકે છે. રાષ્ટ્રપતિ જો બાયડેને પણ એલર્ટ જારી કરી દીધું છે. વાવાઝોડાને લઈ અમેરિકાના હવામાન વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી દીધી છે. જ્યારે નિષ્ણાંતોનો દાવો છે કે, મેક્સિકોના પ્રશાંત તટ તરફ આગળ વધી રહેલું વાવાઝોડું ‘હિલેરી’ નબળું પડ્યું છે, જોકે આ વાવાઝોડું વિનાશકારી પૂર લાવી શકે છે.
*#MEXICO: #Hilary#HurricaneHilary #BajaCaliforniaSur #BajaCalifornia #California #Arizona #SanDiego #LosAngeles #BahiaTortugas #SanFernando #tropics #Tropicswx #Nevada #TropicalStormHilary #TSHilary #CedrosIsland #BajaCaliforniaNorte
— Hurricane/Typhoon/Cyclone Alerts (@RoshinRowjee) August 20, 2023
-BLOG/MAPS/SATELLITE:https://t.co/jf7AtHr40e pic.twitter.com/gswOqVmtv1
એક દિવસમાં એક વર્ષ જેટલો વરસાદ પડવાની આગાહી
નેશનલ હરિકેન સેન્ટરે કહ્યું કે, વાવાઝોડાના કારણે પ્રતિ કલાક 175 કિમી ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ વાવાઝોડું શ્રેણી-2માં પરિવર્તિત થઈ ગયું હોવાથી તે અમેરિકી દરિયા કિનારે ટકરાવાની સંભાવના છે, જેના કારણે કેલિફોર્નિયા, એરિઝોના અને નેવાદામાં ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, વાવાઝોડાના કારણે એક દિવસમાં એક વર્ષ જેટલો વરસાદ પડી શકે છે.
કેલિફોર્નિયામાં 2 દિવસમાં 10 ઈંચ વરસાદની ચેતવણી
બીબીસી રિપોર્ટ મુજબ અમેરિકા પર ત્રાટકનારું હિલેરી વાવાઝોડું છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. છેલ્લા 80 વર્ષમાં ત્રાટકેલા વાવાઝોડાઓથી પણ ખતરનાક હિલેરી વાવાઝોડું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આગાહી મુજબ મેક્સિકોના બાઝા કેલિફોર્નિયામાં આગામી 2 દિવસમાં 10 ઈંચ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે, હિલેરી વાવાઝોડું પહેલા મેક્સિકોમાં ટકરાશે, ત્યારબાદ કેલિફોર્નિયા તરફ આગળ વધશે.
+++++
અમેરિકી રાષ્ટ્રપતિએ લોકોને સાવધાન રહેવા કરી અપીલ
દરમિયાન હિલેરી વાવાઝોડાના કારણે મેક્સિકો અને કેલિફોર્નિયાનું સમગ્ર તંત્ર એલર્ટ પર છે. ઉપરાંત રાષ્ટ્રપતિ જો બાયડેને કહ્યું કે, ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (ફેમા) પાસે અસરગ્રસ્ત વિસ્તારોમાં અગાઉથી કર્મચારીઓ તૈનાત છે. તેમણે તમામ લોકોને સાવધાની રહેવા તેમજ રાજ્ય અને સ્થાનિક અધિકારીઓના માર્ગદર્શનનું પાલન કરવા વિનંતી કરી છે. રિપોર્ટ અનુસાર વાવાઝોડની આશંકાને પગલે મેક્સિકોના કેટલાક શહેરોમાં બિનજરૂરી જાહેર પ્રવૃત્તિઓ અને શાળાઓને સોમવાર સુધી બંધ કરી દેવામાં આવી છે.


