| Image Twitter |
તા. 20 ઓગસ્ટ 2023, રવિવાર
અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડના સત્તાવાર પ્રવક્તાએ કહ્યુ કે ભગવાન શિવની પવિત્ર લાકડી 'છડી મુબારક' ને પરંપરાગત પહેલગામના રસ્તે લઈ જવામાં આવશે અને તેની સાથે જ 31 ઓગસ્ટના રોજ યાત્રાનું સમાપન થશે. આ વર્ષે 1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં 4.4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુકી છે.
આ છે તેનું કારણ
દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલ અમરનાથ યાત્રા 23 ઓગસ્ટથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આ બાબતે જે કારણ બતાવવામાં આવ્યું છે જેમા ગુફા તરફ જવાના બંને રસ્તાઓ પર મરામતનું કામ ચાલી રહ્યું હોવાથી હાલમાં બંધ કરવામાંઆપવામાં આવી છે. જેના કારણે યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ત્યારબાદ 23 ઓગસ્ટથી અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે.
રોડ બનાવવાનું કામ ચાલુ છે
શ્રાઈન બોર્ડના અધિકારીઓને માહિતી આપતા કહ્યુ હતું કે, "તીર્થયાત્રીઓની અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર મુસાફરીના માર્ગોની તાત્કાલિક મરામત કામ શરુ કરવામાં આવેલ હોવાથી અને જાળવણીને કારણે બંને માર્ગો પર યાત્રાળુઓની અવરજવરમાં ઘટાડો જોવા મળ્યો છે. પવિત્ર ગુફા પર અવર-જવર કરવાના બન્ને માર્ગો પર તીર્થયાત્રીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે યોગ્ય નથી.'


