Get The App

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન

Updated: Jun 5th, 2025

GS TEAM

Google News
Google News
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન 1 - image

Amarnath Yatra 2025: આ વર્ષે અમરનાથ યાત્રાની સમયમર્યાદા ઘટાડી દેવાઈ છે. આ વખતે આ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગત વખત અમરનાથ યાત્રા 52 દિવસોની થઈ હતી. પહલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પવિત્ર યાત્રાની સુરક્ષા માટે ખાસ સિક્યોરિટી પ્લાન તૈયાર કરાયો છે. એક વ્યવસ્થિત યોજના બનાવવામાં આવી છે, જેમાં સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના સામેલ છે.

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન 2 - image

સિક્યોરિટી ઓડિટ અને ડિજિટલ મેપિંગ કરાઈ

સીઆરપીએફ અને બીજા અર્ધસૈનિક દળોની કુલ 581 કંપનીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. આ સિવાય જમ્મુ કાશ્મીર પોલીસ પણ હાજર રહેશે. તમામ સિક્યોરિટી રૂટની સુરક્ષા ઓડિટ અને ડિજિટલ મેપિંગ કરાઈ છે. સીઆરપીએફ ડીજીએ ખૂદ પહલગામ જઈને સિક્યોરિટી રિવ્યૂ કરી છે. દરેક તીર્થયાત્રી અને પોની રાઇડરનું ડિજિટલ ઓળખ પત્ર બનશે.

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન 3 - image

યાત્રાના કાફલામાં જેમર રહેશે જેથી આઈઈડી બ્લાસ્ટ જેવી ઘટનાઓને રોકી શકાય. સુરક્ષાકર્મીઓની પાસે સેટેલાઇટ ફોન હશે. તીર્થયાત્રીઓ અને ગાડીઓમાં રેડિયો ફ્રીક્વન્સી ઓળખ (RFID) હશે. યાત્રામાં પોલીસ અને સીઆરપીએફની અલગ ડેડિક્ટેડ પીસીઆર વાન હશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 મે 2025ના રોજ તમામ સુરક્ષા એજન્સીઓને વધુ એલર્ટ રહીને આગામી અમરનાથ યાત્રાને સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ તે માટેના નિર્દેશ આપ્યા.

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન 4 - image