Get The App

શિક્ષણ પાછળ ફાળવણી વધારીને રૂ.1.28 લાખ કરોડ કરાઈ

Updated: Feb 2nd, 2025

GS TEAM

Google News
Google News
શિક્ષણ પાછળ ફાળવણી વધારીને રૂ.1.28 લાખ કરોડ કરાઈ 1 - image

- સરકાર ભારતીય ભાષા પુસ્તક યોજના લોન્ચ કરશે. આ યોજના હેઠળ શાળાઓ અને ઉચ્ચ શિક્ષણમાં ભારતીય ભાષાના પુસ્તકો ડિજિટલ સ્વરુપમાં ઉપલબ્ધ બનશે

- શાળાકીય શિક્ષણ વિભાગ પાછળ  રૂ. 78,572 કરોડ 

- ઉચ્ચ શિક્ષણ પાછળ  રૂ. 50,067 કરોડ 

- એઆઇ સેન્ટર સ્થાપવાનો ખર્ચ રૂ. 500 કરોડ

નવી દિલ્હી : કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૫માં  ભારતનું બુદ્ધિધન વધારવાનો અને ટેકનોલોજીકલ વૃદ્ધિને વેગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે પાંચ નવી આઇઆઇટીનું વિસ્તરણ કરવામાં આવતા વધુ ૬,૫૦૦ વિદ્યાર્થી તેમા પ્રવેશ પામી શકશે. આ ઉપરાંત મેડિકલમાં દસ હજાર નવી સીટ્સ ઉમેરાશે. આ ઉપરાંત  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ પણ સરકાર રોકાણ કરી રહી છે. 

કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬માં શિક્ષણ મંત્રાલયને ૧.૨૮ લાખ કરોડ રુપિયાથી વધારે ફાળવણી કરવામાં આવી છે. આમ તેમા ૨૦૨૪-૨૫ના બજેટના ૧.૧૪ લાખ કરોડ કરતાં વધારે રકમ ફાળવવામાં આવી છે. તેમા ઉચ્ચ શિક્ષણ વિભાગને ૫૦,૦૬૭ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે અને શાળાકીય શિક્ષણ વિભાગને રુ. ૭૮,૫૭૨ કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને સળંગ આઠમું બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે સરકાર ભારતીય ભાષા પુસ્તક યોજના લોન્ચ કરશે. આ યોજના હેઠળ શાળાઓ અને ઉચ્ચ શિક્ષણમાં ભારતીય ભાષાના પુસ્તકો ડિજિટલ સ્વરુપમાં ઉપલબ્ધ બનશે. તેમણે પાંચ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) માટે વધારાનું ઇન્ફ્રાસ્ટ્ર્કચર રચવાની અને આઇઆઇટી પટણાનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી. આઇઆઇટી પટણાના વિસ્તરણની જાહેરાત આ વર્ષે યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ૨૩ આઇઆઇટીમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૬૫ હજારથી ૧૦૦ ટકા વથી ૧.૩૫ લાખ થઈ છે. આ ઉપરાંત પાંચ આઇઆઇટી ખાતે ૨૦૧૪ પછી વધારાનું ઇન્ફ્રાસ્ટ્રકચ રચવામાં આવતા ૬,૫૦૦થી વધારે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરુ પાડી શકાયું છે. આ ઉપરાંત પટણા ખાતે હોસ્ટેલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવાશે.

આઇઆઇટીને યુનિયન બજેટમાં રુ. ૧૧,૩૪૯ કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે, જે ગયા વર્ષે ૧૦,૪૬૭ કરોડ હતી. સીતારામને જાહેરાત કરી હતી કે મેડિકલ કોલેજોમાં અને હોસ્પિટલોમાં બીજી દસ હજાર બેઠકો ઉમેરાશે.આ રીતે આગામી પાંચ વર્ષમાં કુલ ૭૫ હજાર બેઠકો ઉમેરાશે. આ ઉપરાંત નાણાપ્રધાને આઇઆઇટી રિસર્ચ અને આઇઆઇએસસીમાં આગામી પાંચ વર્ષમાં ટેકનોલોજી રિસર્ચ માટે ૧૦,૦૦૦ ફેલોશિપ આપવાની પણ જાહેરાત કરી છે.

તેમણે વિશ્વસ્તરની નિપુણતા સાથેના પાંચ નેશનલ સેન્ટર ફોર એક્સીલન્સ સ્થાપનાની જાહેરાત કરી છે અને આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં ૫૦ હજાર અટલ ટિન્કરિંગ લેબ્સ સ્થાપશે. તેમણે બધી સરકારી સ્કીલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાની પણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે મેં કૃષિ, સસ્ટેનેબલ સિટીઝ અને આરોગ્ય માટે ૨૦૨૩માં એઆઇના ત્રણ સેન્ટર ઓફ એક્સીલન્સની સ્થાપનાની જાહેરાત કરી હતી. હવે શિક્ષણ ક્ષેત્રમાં સેન્ટર ઓફ એક્સીલન્સ રુ. ૫૦૦ કરોડના ખર્ચે સ્થાપીશું.