Get The App

ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે... અલ્લાહાબાદ હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે... અલ્લાહાબાદ હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી 1 - image


Image Source: Twitter

Allahabad High Court Serious Comment: અલ્લાહાબાદ હાઈકોર્ટે બાળકો પર ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની 'વિનાશકારી' અસરો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, 'આ માધ્યમો બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે. અહીં સુધી કે સરકાર પણ આ ટેકનોલોજીની 'અનિયંત્રિત' પ્રકૃતિના કારણે તેના પ્રભાવને નિયંત્રિત નથી કરી શકતી.'

જસ્ટિસ સિદ્ધાર્થે એક કિશોર દ્વારા દાખલ કરાયેલી ફોજદારી રિવિઝન અરજીને સ્વીકારતી વખતે આ ટિપ્પણીઓ કરી હતી, જેમાં કિશોર ન્યાય બોર્ડની સાથે-સાથે કૌશાંબી સ્થિત પોક્સો કોર્ટના આદેશને પણ પડકારવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, સગીર છોકરી સાથે સંમતિથી શારીરિક સંબંધો બાંધવાના કથિત કેસમાં તેની સામે પુખ્ત વયના વ્યક્તિ તરીકેનો કેસ ચલાવવો જોઈએ.

કોર્ટે શું કહ્યું?

કોર્ટે કહ્યું કે, 'એવું કંઈ રેકોર્ડ પર નથી જે એ દર્શાવે છે કે કિશોર એક શિકારી છે અને કોઈપણ ઉશ્કેરણી વિના અપરાધનું પુનરાવર્તન કરવાની સંભાવના ધરાવે છે. માત્ર એટલા માટે કે તેણે જઘન્ય અપરાધ કર્યો છે, તેની સરખામણી પુખ્ત વયના લોકો સાથે ન કરી શકાય. કોર્ટે નિર્દેશ આપ્યો કે રિવાઈઝર પર કિશોર ન્યાય બોર્ડ દ્વારા સગીર તરીકે કેસ ચલાવવામાં આવે.

રિવિઝન અરજી પર વિચાર કરતા કોર્ટે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન રિપોર્ટની પણ નોંધ લીધી, જેમાં જાણવા મળ્યું કે, અરજદાર કિશોર એક 16 વર્ષના છોકરાનો IQ 66 હતો. કોર્ટે કહ્યું કે આ IQ તેને બૌદ્ધિક કાર્યની 'સીમાંત' શ્રેણીમાં રાખશે. કોર્ટે વધુમાં કહ્યું કે, સેંગ્યુઈન ફોર્મ બોર્ડ ટેસ્ટના આધારે તેની માનસિક ઉંમર માત્ર છ વર્ષ આંકવામાં આવી હતી.

મનોવૈજ્ઞાનિકની રિપોર્ટ કિશોરના પક્ષમાં હતી

કોર્ટે રિપોર્ટના તારણોને પણ ધ્યાનમાં લીધા, જેમાં તેના સામાજિક જીવનમાં કેટલીક મુશ્કેલીઓ જોવા મળી હતી, અને નબળા શૈક્ષણિક પ્રદર્શન અને સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ સિદ્ધાર્થે કહ્યું કે, 'કોર્ટને જાણવા મળ્યું છે કે, મનોવૈજ્ઞાનિકનો રિપોર્ટ કિશોરના પક્ષમાં હતો.'

કોર્ટે કહ્યું કે જ્યારે રિવાઈઝરે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યારે તે લગભગ 14 વર્ષનો હતો. કોર્ટે એ પણ ધ્યાનમાં રાખ્યું કે પીડિતાને ગર્ભપાતની દવા આપવાનો નિર્ણય તેનો એકલાનો ન હતો, પરંતુ આ નિર્ણયમાં બે અન્ય લોકો પણ સામેલ હતા.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ તંત્રની નિષ્ફળતા, સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન જાહેર કરી

કોર્ટે કહ્યું કે માત્ર જઘન્ય ગુનો કરવાથી કોઈ કિશોરને પુખ્ત વયના તરીકે કેસ ચલાવવાનો અધિકાર આપમેળે નથી મળી જતો. સિંગલ જજે આગળ કહ્યું કે મનોવિજ્ઞાનિકનો રિપોર્ટ કિશોરના પક્ષમાં હોવા છતાં, તેને માત્ર એ આધાર પર અવગણવામાં આવ્યો કે ગુનો જઘન્ય હતો.

કોર્ટે કહ્યું કે, 'નિર્ભયા કેસ એક અપવાદ હતો, સામાન્ય નિયમ નહોતો અને બધા કિશોરો પર પુખ્ત વયના લોકો તરીકે કેસ ચલાવી ન શકાય, જ્યાં સુધી તેમના માનસ પર પડતી એકંદર સામાજિક અને માનસિક અસર યોગ્ય વિચાર કરવામાં ન આવે.' પરિણામે કોર્ટે નીચલી અદાલતો દ્વારા પસાર કરાયેલા આદેશોને વાજબી ઠેરવ્યા નહીં અને તેમને રદ કરી દીધા.

બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણીઓ પર સહમતિ વ્યક્ત કરી

હાઈકોર્ટે બોમ્બે હાઈકોર્ટ દ્વારા મુમતાઝ અહેમદ નાસિર ખાન vs મહારાષ્ટ્ર રાજ્યના 2019ના ચુકાદામાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પર પોતાની સહમતિ વ્યક્ત કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા બાળકોના સંવેદનશીલ મન પર વિનાશક અસર કરી રહ્યા છે અને પરિણામે, ખૂબ જ નાની ઉંમરે તેમનું બાળપણ છીનવાઈ રહ્યું છે. 

Tags :