India

'5 વર્ષ સુધીના તમામ ઈ-મેમો થશે માફ', દિવાળી પહેલા યોગી સરકારે યુપીવાસીઓને આપી ભેટ

By GS TEAM
16 Sep 20252 mins read
TukuTouch Logo
ઉત્તરપ્રદેશની યોગી સરકારે દિવાળી પહેલા યુપીવાસીઓને ભેટ આપી છે. પરિવહન વિભાગે વર્ષ 2017 થી 2021 સુધીમાં નોન-ટેક્સ ઈ-મેમોને માફ કરવાનો નિર્ણય લીધો છે. યુપી સરકારે 5 વર્ષ સુધાના તમામ ઈ-મેમો માફ કરવાની જાહેરાત કરી છે, ત્યારે આ મેમો પરિવહનના સત્તાવાર પોર્ટલ પર બે કેટેગરીમાં જોવા મળશે. જેમાં એક જો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે તો 'Disposed – Abated' અને બીજું જો મેમો ઓફિસમાં પેન્ડિંગ હોય અને સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોય તો 'Closed – Time-Bar' કેટેગરીમાં દેખાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'5 વર્ષ સુધીના તમામ ઈ-મેમો થશે માફ', દિવાળી પહેલા યોગી સરકારે યુપીવાસીઓને આપી ભેટ

Yogi Government On E-Memo : ઉત્તરપ્રદેશની યોગી સરકારે દિવાળી પહેલા યુપીવાસીઓને ભેટ આપી છે. પરિવહન વિભાગે વર્ષ 2017થી 2021 સુધીમાં નોન-ટેક્સ ઈ-મેમોને માફ કરવાનો નિર્ણય લીધો છે. યુપી સરકારે 5 વર્ષ સુધીના તમામ ઈ-મેમો માફ કરવાની જાહેરાત કરી છે, ત્યારે આ મેમો પરિવહનના સત્તાવાર પોર્ટલ પર બે કેટેગરીમાં જોવા મળશે. જેમાં એક જો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે તો 'Disposed – Abated' અને બીજું જો મેમો ઑફિસમાં પેન્ડિંગ હોય અને સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોય તો 'Closed – Time-Bar' કેટેગરીમાં દેખાશે.

પરિવહન વિભાગે શું કહ્યું?

આ સાથે, આ મેમોને લગતાં અવરોધો જેમ કે ફિટનેસ, પરમિટ, વાહન ટ્રાન્સફર અને હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) પણ આપમેળે દૂર થઈ જશે. જોકે, ટેક્સ સંબંધિત મેમો આ રાહતના દાયરાની બહાર રહેશે. પરિવહન વિભાગ મુજબ, આ પ્રક્રિયા 30 દિવસમાં પૂરી કરાશે. આ પછી વાહનચાલક સ્વામી પોર્ટલ પર જઈને પોતાનો મેમો જોઈ શકશે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે, એટલે કે કોઈને રિફંડ મળશે નહીં કે જૂના ચલણો ફરીથી ખોલવામાં આવશે નહીં.

30 લાખથી વધુ ઈ-મેમો 

મળતી માહિતી મુજબ, વર્ષ 2017થી 2021 વચ્ચે 30.52 લાખ ઈ-મેમો નોંધાયા છે. જેમાંથી 17.49 લાખ નિકાલ પહેલાથી જ થઈ ગયો છે, જ્યારે 12.93 લાખ ચલણ બાકી હતા. બાકી રહેલા મેમોમાં 10.84 લાખ કોર્ટમાં પેન્ડિંગ હતા અને 1.29 લાખ ઑફિસ સ્તરે પેન્ડિંગ હતા. હવે આ બધાનો સમય મર્યાદામાં ડિજિટલી નિકાલ કરવામાં આવશે. આગળના ભાગમાં બધા અવરોધો દૂર કરવામાં આવશે, જ્યારે સમગ્ર રૅકોર્ડ અને ઓડિટ ટ્રેલ પાછળના ભાગમાં સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો: 'હિન્દુઓની જમીન શંકાસ્પદ લોકોને વેચી દીધી...' નુપૂર બોરાની ધરપકડ પર હિમંતા બિસ્વા સરમાનો ખુલાસો

જો તમારો મેમો વર્ષ 2017થી 2021 વચ્ચે છે અને પોર્ટલ પર હજુ પણ ભરવાના બાકી બતાવે છે તો એક મહિના પછી ઈ-મેમો/પરિવહનના પોર્ટલ પર જઈને મેમો અંગે ચેક કરવાનું રહેશે. સમગ્ર મામલે હેલ્પલાઇન નંબર 149 નજીકના આરટીઓનો સંપર્ક કરી શકાશે.