Get The App

એલર્ટ ! ઓનલાઈન ગ્રોસરી એપ blinkit પર બ્રેડ મગાવી અને અંદરથી નીકળ્યો જીવતો ઉંદર

ઓનલાઈન ગ્રોસરી ડિલીવરી કરતી ઘણી બધી એપ બજારમાં ઉપલબ્ધ

ડિલીવરી બોયને પણ પેકેટમાં ઉંદર હોવાનું ભાન નહતું

Updated: Feb 11th, 2023

GS TEAM


Google News
Google News
એલર્ટ ! ઓનલાઈન ગ્રોસરી એપ blinkit પર બ્રેડ મગાવી અને અંદરથી નીકળ્યો જીવતો ઉંદર 1 - image

image : Twitter


નવી દિલ્હી, તા 11, ફેબ્રુઆરી, 2023, શનિવાર 

આજકાલ ઓનલાઈન ગ્રોસરી ડિલીવરી કરતી ઘણી બધી એપ આવી ગઈ છે. જેમ કે બ્લિંકિટ, સ્વિગી, ઝોમેટો વગેરે. જેના પરથી તમે ઘેર બેઠા ઓનલાઇન ગ્રોસરી પણ મગાવી શકો છો. જોકે આ દરમિયાન એક એવો મામલો સામે આવ્યો છે જે તમને ઓનલાઇન ખરીદી કરતા પહેલા ડરાવી શકે છે. 

નિતિન અરોડા નામના યૂઝરે કરી ફરિયાદ 

નિતિન અરોડા નામના એક યૂઝરે પોતાની સાથે બનેલી આ ઘટનાની કહાની સોશિયલ મીડિયા પર શરે કરી હતી. ટ્વિટર પર તેણે જણાવ્યું કે હોમ ડિલીવરીનો દાવો કરતી બ્લિંકિટ પર મેં એક બ્રેડનું પેકેટ ઓર્ડર કર્યું હતું. મારી પસે જ્યારે આ પેકેટ આવ્યું તો હું દંગ રહી ગયો. પેકેટમાં એક જીવતો ઉંદર હતો. ડિલીવરી બોયને પણ તેનું ભાન નહોતું. મામલો સામે આવતાં જ બ્લિંકિટની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થવા લાગી હતી. 

કંપનીએ આપ્યો આ જવાબ 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી તસવીર પર ડિલીવરી કંપતીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નમસ્કાર નિતિન, આ અનુભવ એવો નહોતો જે અમે ઈચ્છતા હતા કે તમને મળે. આ મામલાને ધ્યાનમાં રાખી કૃપા કરીને અમને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કે ઓર્ડર આઈડી મેસેજના માધ્યમથી મોકલી શકો છો. 

Tags :