Get The App

VIDEO : લખનૌમાં એપાર્ટમેન્ટ ધરાશાયી, 35થી 40 લોકો દટાયા હોવાની આશંકા, 3ના મોત

NDRF-SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી

ભૂકંપના કારણે એપાર્ટમેન્ટમાં ધરાશાયી થયું : DGP

Updated: Jan 24th, 2023

GS TEAM

Google News
Google News
VIDEO : લખનૌમાં એપાર્ટમેન્ટ ધરાશાયી, 35થી 40 લોકો દટાયા હોવાની આશંકા, 3ના મોત 1 - image

લખનૌ, તા.24 જાન્યુઆરી-2023, મંગળવાર

લખનૌમાં હજરતગંજના વજીરહસન રોડ પર આવેલ એપાર્ટમેન્ટ ધરાશાયી થયું છે. એપાર્ટમેન્ટના કાટમાળ હેઠળ ઘણા પરિવારો દટાયા હોવાની સૂચના છે. આ ઘટનાને લઈ તંત્ર દ્વારા પણ જેસીપી રવાના કરી દેવાયું છે. ઘટનાસ્થળે હાજર નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે, ચાર માળની બિલ્ડિંગ હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃતદેહ બહાર કઢાયા છે.

NDRF-SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી

નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક ઘટના સ્થળે પહોંચ્યા. આ એપાર્ટમેન્ટ સાંજે 7 વાગ્યાની આસપાસ ધરાશાયી થયું છે. એપાર્ટમેન્ટનો મોટો ભાગ ધરાશાયી થયો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કેટલાક લોકોને નિકાળવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાને ધ્યાને લઈ નાયબ મુખ્યમંત્રીને ઘટના સ્થળે મોકલ્યા છે.

ભૂકંપના કારણે એપાર્ટમેન્ટમાં ધરાશાયી થયું : DGP

ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે, તો કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. વીજળીના તારો અડચણરૂપ બનતા જેસીપીને ઘટનાસ્થળે પહોંચવામાં સમય લાગી રહ્યો છે., જે લોકોના પરિવારજનો કાટમાળ નીચે દટાયા છે, તેમના પરિજનો ધરાશાયી થયેલી એપાર્ટમેન્ટમાં પાસે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડીજીપીએ કહ્યું કે, ભૂકંપના કારણે આ એપાર્ટમેન્ટમાં ધરાશાયી થઈ છે. તેમણે કહ્યું કે, આ એપાર્ટમેન્ટમાં 7 પરિવારો રહેતા હતા.

Tags :