India

દિલ્હી બ્લાસ્ટ : EDએ અલ ફલાહ યુનિવર્સિટીના ફાઉન્ડરની ધરપકડ કરી, અનેક પુરાવા મળ્યા

By GS TEAM
18 Nov 20252 mins read
TukuTouch Logo
પ્રવર્તન નિર્દેશાલય (ED)એ મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરીને અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક સભ્ય અને અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકીની મંગળવારે (18 નવેમ્બર) ધરપકડ કરી છે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ (Delhi Car Blast)ના આરોપીઓનું કનેક્શન આ યુનિવર્સિટી સાથે સામે આવ્યા બાદ તે ચર્ચામાં હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી બ્લાસ્ટ : EDએ અલ ફલાહ યુનિવર્સિટીના ફાઉન્ડરની ધરપકડ કરી, અનેક પુરાવા મળ્યા

Al Falah University Founder Javad Siddiq Arrested : પ્રવર્તન નિર્દેશાલય (ED)એ મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરીને અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક સભ્ય અને અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકીની મંગળવારે (18 નવેમ્બર) ધરપકડ કરી છે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ (Delhi Car Blast)ના આરોપીઓનું કનેક્શન આ યુનિવર્સિટી સાથે સામે આવ્યા બાદ તે ચર્ચામાં હતી.

ખોટા દાવા અને ફંડની હેરાફેરીના આરોપ

ED દ્વારા દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની બે FIRના આધારે આ તપાસ શરૂ કરાઈ હતી. FIRમાં આરોપ હતો કે, યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરવા માટે NAAC માન્યતા અને UGC 12(B) સ્ટેટસના ખોટા દાવા કર્યા હતા. UGCએ સ્પષ્ટ કહ્યું હતું કે, યુનિવર્સિટી માત્ર સેક્શન 2(f) હેઠળ આવે છે અને તેણે ક્યારેય 12(B) માટે અરજી કરી નહોતી.

ટ્રસ્ટના નાણાં લેવડ-દેવડ સિદ્દીકીના હાથમાં

તપાસમાં ખુલાસો થયો છે કે, અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ 1995થી કાર્યરત છે અને તેનું સંચાલન જવાદ સિદ્દીકી કરી રહ્યો છે. ટ્રસ્ટ હેઠળ ચાલતા તમામ સંસ્થાઓનું ફન્ડિંગ સિદ્દીકીના હાથમાં હતું. જે રીતે ગ્રૂપ ઝડપથી વિકસીત રહ્યું હતું, તેના પરથી તમામ સંસ્થાઓના ફંડિંગમાં નાણાકીય ગેરરીતિઓ થઈ હોવાના આશંકા છે.

આ પણ વાંચો : જૂના વાહન ચાલકોને મોટો ફટકો, કેન્દ્ર સરકારે ફિટનેસ ફીમાં કર્યો 10 ગણો વધારો, જાણો નવો દર

દિલ્હીમાં 19 સ્થળે દરોડા, 48 લાખ રોકડ જપ્ત

ઈડીની ટીમે તાજેતરમાં દિલ્હીમાં 19 સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં સિદ્દીકીના નિવાસ્થાનો અને યુનિવર્સિટી સંકુલનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન 48 લાખ રોકડા, અનેક ડિજિટલ ઉપકરણો, મહત્વના દસ્તાવેજો અને શેલ કંપનીઓના પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા.

ટ્રસ્ટના વહિવટમાં અનેક ગેરરીતિ

EDએ દાવો કર્યો છે કે, ટ્રસ્ટના કરોડો રૂપિયા પરિવારની કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાંધકામ તેમજ કેટરિંગના કોન્ટ્રાક્ટ પણ સિદ્દીકીની પત્ની અને બાળકોની કંપનીઓને આપવામાં આવ્યા હતા. પુરાવાઓ મળ્યા બાદ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી છે અને ઈડીએ રિમાન્ડ માટે તેને કોર્ટમાં રજૂ કર્યો છે.

આ પણ વાંચો : ‘ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, નહીં તો...’ સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ