India

‘ગરીબ મહિલાઓને 40 હજાર રૂપિયા આપીશું’, UP ચૂંટણી પહેલા અખિલેશ યાદવની મોટી જાહેરાત

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મોટું વચન આપ્યું છે. તેમણે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં જાહેરાત કરી છે કે, જો તેમની સરકાર બનશે, તો ગરીબ માતાઓ-બહેનોને વર્ષે રૂપિયા 40,000 આપવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ગરીબ મહિલાઓને 40 હજાર રૂપિયા આપીશું’, UP ચૂંટણી પહેલા અખિલેશ યાદવની મોટી જાહેરાત

Uttar Pradesh Political News : સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મોટું વચન આપ્યું છે. તેમણે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં જાહેરાત કરી છે કે, જો તેમની સરકાર બનશે, તો ગરીબ માતાઓ-બહેનોને વર્ષે રૂપિયા 40,000 આપવામાં આવશે.

ભાજપે વચન પુરુ ન કર્યું : અખિલેશ

અખિલેશ યાદવે યાદ અપાવ્યું કે, ‘ભાજપ દ્વારા 10 હજાર રૂપિયા આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તે વચન પૂરું ન થતા ગરીબ માતાઓ-બહેનો નિરાશ થઈ છે. મને યાદ છે કે રાજ્યમાં સમાજવાદી પાર્ટીએ સમાજવાદી પેન્શન તરીકે મહિલાઓને રૂ.500 આપવાની શરૂઆત કરી હતી, જોકે ભાજપ સરકાર આવ્યા બાદ આ યોજના બંધ કરી દેવાઈ છે.’

આ પણ વાંચો : PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, જાણો કારણ

સમાજવાદી પાર્ટી રૂ.40,000 આપશે

તેમણે કહ્યું કે, ‘ભાજપે યોજના બંધ કર્યા બાદ જો ઉત્તર પ્રદેશની માતાઓ-બહેનોને ગુમાવેલા પૈસાનો હિસાબ ગણીએ, તો રૂ.500-500ના હિસાબે ત્રણ હજાર રૂપિયા થાય છે. જો 12 મહિનાની ગણતરી કરીએ તો તે રૂ.36,000 થાય છે અને તેના વ્યાજની વાત કરીએ તો રુ.4,000 થાય. એટલે કે ભાજપના કારણે આટલા દિવસોથી પૈસા મળ્યા નથી. આમ અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગરીબ માતા-બહેનોને વર્ષમાં રૂ.40,000 આપવાનું કામ કરશે.’

‘10 રૂપિયામાં સરકાર બની શકે તો...’

તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ‘જો રૂ.10,000થી સરકાર બની શકે છે, તો અમે રૂ.40,000 આપવા જઈ રહ્યા છીએ. ભાજપવાળાઓને અમે પૂછીશું કે તમે તો લાખોનું વચન આપ્યું હતું, તે પૈસા ક્યાં છે? બિહાર ચૂંટણીમાં મને કોઈ પણ સભામાં એવું નહોતું લાગ્યું કે તેજસ્વી યાદવ હારી જશે. પરંતુ પરિણામમાં EVM એક પાસું હોઈ શકે છે.’

આ પણ વાંચો : કંગના રનૌતે PM મોદીના કર્યા વખાણ, કોંગ્રેસ પર ઠાલવ્યો ગુસ્સો, જાણો શું બોલ્યા