Get The App

દેશભરમાં એર ઈન્ડિયાનું સર્વર અચાનક ઠપ થઈ જતાં પ્રવાસીઓ રઝળી પડ્યાં, એરપોર્ટ પર કતારો

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
દેશભરમાં એર ઈન્ડિયાનું સર્વર અચાનક ઠપ થઈ જતાં પ્રવાસીઓ રઝળી પડ્યાં, એરપોર્ટ પર કતારો 1 - image


Air India News : એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં ડાઉન થતાં હજારો પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો આવ્યો છે. આખા દેશમાં કેટલાય એરપોર્ટ પર એર ઇન્ડિયાનું સર્વર ડાઉન થઈ ગયું. સર્વર ડાઉન થવાના કારણે દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી.

દિલ્હી એરપોર્ટ સાથે જોડાયેલા અધિકારીએ એ વાતને સમર્થન આપ્યું હતું કે દેશના બધા એરપોર્ટ પર એર ઇન્ડિયાનું સર્વર ડાઉન થયાના સમાચાર મળ્યાં છે. આ સમસ્યાનો ટૂંક સમયમાં નીવેડો આવશે એમ તેમણે જણાવ્યું હતું. કેટલાક પ્રવાસીઓએ દાવો કર્યો હતો કે એર ઇન્ડિયાના સર્વરમાં ગઇકાલથી તકલીફ આવી રહી હતી.

સર્વરમાં તકલીફના કારણે વિમાન ઉપડવામાં મોડું થતાં ઘણા પ્રવાસીઓની કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી ગઈ હતી .તેના કારણે તેઓ હેરાનપરેશાન થઈ ગયા હતા. તેઓએ ફ્લાઇટ ફરીથી બૂક કરાવવી પડી હતી. આમ સર્વર ડાઉન થવાના કારણે તેનું કામકાજ મેન્યુઅલી કરવું પડી રહ્યુ છે. તેના કારણે ઘણી વાર લાગી રહી છે. ચેક ઇનથી લઈને બોર્ડિંગ પાસ સુધીની આખી પ્રક્રિયા જાણે ધીમી પડી ગઈ છે. 

Tags :