એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ !
દિલ્હી-ઈન્દોરની ફ્લાઈટના ઓઈલ ફિલ્ટરમાં ખામી
ઈન્દોર એરપોર્ટમાં લેન્ડિંગ વખતે પાયલટે ઈમરજન્સી કોલ 'પાન-પાન' આપ્યો
એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-ઈન્દોરની ફ્લાઈટમાં ખામી સર્જાયાનું જણાતા પાયલટે પાન પાન એમ બોલીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનું કહ્યું હતું. વિમાન ઈન્દોર પહોંચી ગયું હતું અને લેન્ડિંગ પહેલાં જ એન્જિનમાં કંઈક ગરબડ જણાતી હતી. એર ફિલ્ટરમાં ખામી સર્જાઈ છે પારખ્યા પછી સલામત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાન પાન ઈમરજન્સી કોલનો અર્થ નોન લાઈફ થ્રેટિંગ ઈમરજન્સી થાય છે. એટલે કે કોઈના જીવનું જોખમ નથી, છતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું જરૂરી છે.એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે ઈન્દોરમાં પહોંચી ગયા પછી લેન્ડ થતાં પહેલાં ઓઈલ ફિલ્ટરમાં ખામી જણાઈ હતી. જોકે, લાઈફ થ્રેટિંગ ઈમરજન્સી ન હતી. પાયલટે કુશળતાથી લેન્ડ કરાવીને જોખમ ઘટાડયું હતું. પાન પાનનો અર્થ એવો થાય કે લેન્ડિંગ વખતે ફાયર તેમ જ મેડિકલની વ્યવસ્થા ગોઠવવી, પરંતુ કોઈ જાનહાનિ થવાની શક્યતા નથી. ફ્રેન્ચ ઉચ્ચાર પેન્ને પરથી પાન શબ્દ બોલાય છે. જેનો અર્થ ફ્રેન્ચમાં ગ્રાઉન્ડ પર તુરંત મદદ મળે એવી વ્યવસ્થા ગોઠવવાનો થાય છે.