મુંબઈ ઓરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઇન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ
Air India Plane Mumbai : કોચીથી મુંબઈ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સોમવારે સવારે લેન્ડિંગ દરમિયાન રન-વે પરથી લપસી ગયાના અહેવાલ સામે આવ્યા છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી અને વિમાનના ત્રણ ટાયર ફાટી ગયા હતા. જેના લીધે વિમાન લપસીને રન-વેથી ઉતરી ગયું હતું.
પ્રાથમિક તપાસમાં શું માહિતી સામે આવી?
પ્રાથમિક તપાસમાં જાણકારી મળી કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાસ્થળને જોતાં જાણકારી મળી કે રન-વે પર લપસી જવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. સૂત્રો કહે છે કે લેન્ડિંગ દરમિયાન ત્રણ ટાયર ફાટી જતાં એરક્રાફ્ટના એન્જિનને પણ નુકસાન થયું છે. જોકે સદભાગ્યે લેન્ડિંગ સફળ રહી અને તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.