India

આ કેવી ભૂલ? કોલકાતા એરપોર્ટ પર 13 વર્ષ 'લાવારિસ' હાલતમાં પડ્યું રહ્યું એર ઈન્ડિયાનું વિમાન

By GS TEAM
27 Nov 20252 mins read
TukuTouch Logo
કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છેલ્લા 13 વર્ષથી 'લાવારિસ' હાલતમાં પડેલું એર ઇન્ડિયાનું બોઇંગ 737-200 વિમાન હવે તેની અંતિમ યાત્રા પર રવાના થયું છે. જોકે, આ વિમાન આકાશને બદલે રોડ માર્ગે 1900 કિલોમીટરનું અંતર કાપીને બેંગલુરુ પહોંચશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ કેવી ભૂલ? કોલકાતા એરપોર્ટ પર 13 વર્ષ 'લાવારિસ' હાલતમાં પડ્યું રહ્યું એર ઈન્ડિયાનું વિમાન

Air India Plane: કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છેલ્લા 13 વર્ષથી 'લાવારિસ' હાલતમાં પડેલું એર ઇન્ડિયાનું બોઇંગ 737-200 વિમાન હવે તેની અંતિમ યાત્રા પર રવાના થયું છે. જોકે, આ વિમાન આકાશને બદલે રોડ માર્ગે 1900 કિલોમીટરનું અંતર કાપીને બેંગલુરુ પહોંચશે.

ડોક્યુમેન્ટ્સમાંથી ગુમ થઈ ગયું હતું વિમાન

આશ્ચર્યજનક વાત એ છે કે આ 43 વર્ષ જૂનું વિમાન એરપોર્ટ પર લાંબા સમયથી પાર્ક હતું અને તેને કોઈ ઓળખતું નહોતું. એર ઇન્ડિયાએ બાકીના નવ બિનઉપયોગી વિમાનોને એન્જિન વિના નિકાલ કર્યા હતા, પરંતુ આ બોઇંગ 737-200ને હેંગરમાં રાખીને ભૂલી ગયું હતું અને તે કંપનીના ડોક્યુમેન્ટમાંથી પણ ગુમ થઈ ગયું હતું. 13 વર્ષ પછી એર ઇન્ડિયાને ખ્યાલ આવ્યો કે આ વિમાન હજુ પણ એરપોર્ટ પર પાર્ક કરેલું છે.

આ પણ વાંચો: દુબઈમાં તેજસ ક્રેશ થવાને કારણે ભારતને નુકસાન? આર્મેનિયાએ 10 હજાર કરોડની ડીલ અટકાવી!

1900 કિમીની રોડ જર્ની

અહેવાલો અનુસાર, હવે એર ઇન્ડિયાને આ જૂના વિમાનની જરૂર ન હોવાથી, તેને 14 નવેમ્બરના રોજ કોલકાતાથી બેંગલુરુ મોકલવામાં આવ્યું છે. આ વિમાનને તેના પાર્ટ્સ છૂટા કરીને રોડ માર્ગે ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે, જે લગભગ 1900 કિલોમીટરની મુસાફરી કરશે. બેંગલુરુ પહોંચ્યા પછી, આ 43 વર્ષ જૂના વિમાનનો ઉપયોગ હવે તાલીમ (Training) હેતુ માટે કરવામાં આવશે. આ ઘટના એર ઇન્ડિયાના સંચાલન અને સંપત્તિના ટ્રેકિંગમાં લાંબા સમયથી ચાલી રહેલી બેદરકારી તરફ ઈશારો કરે છે.