એર ઇન્ડિયાના પ્લેનમાં દિલ્હી ઉતર્યા બાદ આગ લાગી
- બે દિવસમાં એર ઇન્ડિયાના ત્રીજા પ્લેન સાથે દુર્ઘટના બની
- સદનસીબે બધા પ્રવાસીઓ અને ક્રૂ ઉતરી ગયા પછી ઓક્ઝિલરી યુનિટમાં આગ લાગી
નવી દિલ્હી : એર ઇન્ડિયા એ-૩૨૧ પ્લેન દિલ્હી એરપોર્ટ પર મંગળવારે બપોરે ઉતર્યા પછી તેના ઓક્ઝિલરી પાવર યુનિટમાં આગ લાગી ગઈ હતી. જો કે આ પ્લેનના પેસેન્જર અને ક્રૂ બધા જ સલામત છે.
એરક્રાફ્ટને તરત જ ભૂમિગત કરી દેવાયું છે અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) આ ઘટનાની ચકાસણી કરી રહ્યુ હોવાનું સૂત્રએ જણાવ્યું છે. હોંગકોંગથી દિલ્હી ૨૨ જુલાઈ ૨૦૨૫ા રોજ આવેલી ફ્લાઇટ એ-૩૧૫ના ઉતર્યાના તરત જ થોડી વારમાં તેના ઓકિઝિલરી પાવર યુનિટમાં આલ લાગી હતી. આ ઘટના પ્લેન ગેટ પર પાર્ક કરવામાં આવ્યું ત્યારે બની હતી.
પ્રવાસીઓએ પ્લેનમાંથી ઉતરવાનો પ્રારંભ કર્યો હતો ત્યારે સિસ્ટમની ડિઝાઇન મુજબ એપીયુ યુનિટ આપમેળે બંધ થઈ ગયું હતું. પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટને થોડું નુકસાન થયું છે. એરક્રાફ્ટને વધુ તપાસ માટે ભૂમિગત કરવામાં આવ્યું છે. એરબસની ફ્લાઇ ટ એ-૩૨૧ દિલ્હી એરપોર્ટ પર બપોરે ૧૨-૧૨ વાગે ઉતરી હતી. આ ઘટના મંગળવારે બની હતી અને છેલ્લા બે દિવસમાં એર ઇન્ડિયાના પ્લેન સાથે બનેલી તીરી ઘટના છે. સોમવારે કોલકાતા સ્થિત એર ઇન્ડિયાના પ્લેનને દિલ્હી એરપોર્ટ પર ઉપડયાને તરત જ ટેકનિકલ સ્નેગના લીધે પરત આવવું પડયુ હતુ. આ પહેલા કોચીથી આવેલુ એર ઇન્ડિયાનું પ્લેન મુંબઈ એરપોર્ટ પર ઉતરવા દરમિયાન લપસી ગયું હતું.