ટોઇલેટ જવા માંગતા મુસાફરે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં ચાલુ ફ્લાઈટમાં હડકંપ, 9ની અટકાયત
Air India Express Passenger Tries to Enter Cockpit : બેંગલુરુથી વારાણસી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં પેસેન્જરે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં હડકંપ મચ્યો હતો. ફ્લાઈટે સવારે 8 વાગ્યે બેંગલુરુથી ઉડાન ભરી હતી. ચાલુ ફ્લાઈટમાં એક મુસાફર ટોઇલેટ જવા માટે ઊભો થયો, બાદમાં બળજબરીપૂર્વક કોકપિટમાં ઘૂસી જવાનો પ્રયાસ કર્યો. મુસાફરની દાદાગીરી જોઈ ક્રૂ મેમ્બર્સ ગભરાઈ ગયા હતા. જે બાદ સુરક્ષા પ્રોટોકોલને ધ્યાને રાખી સંબંધિત અધિકારીઓને આ મામલાની જાણકારી આપવામાં આવી.
એક ઈન્ડિયા એક્સ્પ્રેસે શું કહ્યું?
સમગ્ર મામલે મામલે એર ઈન્ડિયા એક્સ્પ્રેસે સત્તાવાર નિવેદન આપ્યું છે, એક મુસાફર ટોઇલેટ જવા માંગતો હતો અને બાદમાં કોકપિટમાં ઘૂસવા પ્રયાસ કર્યો. અમે સુરક્ષા પ્રોટકોલનું પાલન કર્યું છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
શું છે નિયમ?
ઈન્ડિયન એવિએશનના નિયમો અનુસાર જો કોઈ મુસાફર બળજબરીપૂર્વક કોકપિટમાં ઘૂસવા પ્રયાસ કરે તો તેને પ્રોટોકોલનો ભંગ માનવામાં આવે છે. આવા કેસમાં બે વર્ષની સજા પણ થઈ શકે છે સાથે સાથે મુસાફરને આજીવન નો-ફ્લાય લિસ્ટમાં નાંખવાની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.