India

અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની ઑફિસમાં થઈ પાર્ટી, કંપનીએ 4 સીનિયર ઑફિસરને નોકરીમાંથી હાંકી કાઢ્યા

By GS TEAM
27 Jun 20252 mins read
TukuTouch Logo
ગત 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું હતું, જેમાં 259 લોકોના મોત થયા. જેના થોડા દિવસો બાદ એર ઇન્ડિયાથી જોડાયેલા કંપની AISATS(એર ઇન્ડિયા SATS ઍરપોર્ટ સર્વિસ)નો સ્ટાફ ઑફિસમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો, ત્યારબાદ ઍરપોર્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર AISATSનો સ્ટાફ ઑફિસમાં પાર્ટી કરતો જોવા મળ્યો. જે બાદ AISATSએ 4 સીનિયર ઑફિસરને નોકરીથી છૂટા કરી દેવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની ઑફિસમાં થઈ પાર્ટી, કંપનીએ 4 સીનિયર ઑફિસરને નોકરીમાંથી હાંકી કાઢ્યા

Ahmadabad Plane Crash: ગત 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું હતું, જેમાં 259 લોકોના મોત થયા. જેના થોડા દિવસો બાદ એર ઇન્ડિયાથી જોડાયેલા કંપની AISATS(એર ઇન્ડિયા SATS ઍરપોર્ટ સર્વિસ)નો સ્ટાફ ઑફિસમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો, ત્યારબાદ ઍરપોર્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર AISATSનો સ્ટાફ ઑફિસમાં પાર્ટી કરતો જોવા મળ્યો. જે બાદ AISATSએ 4 સીનિયર ઑફિસરને નોકરીથી છૂટા કરી દેવાયા છે.

આ પાર્ટી AISATSના ગુરુગ્રામ ઑફિસમાં થઈ હતી. AISATSના પ્રવક્તાએ કહ્યું કે, કંપની વિમાન સંખ્યા AI 171 ક્રેશથી પીડિત પરિવારો સાથે એકજુટતાથી ઊભી છે. સાથે જ તેમણે પાર્ટીવાળા વીડિયો પર દિલગીરી વ્યક્ત કરી. આ પાર્ટીને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકા પણ થઈ રહી છે.


પ્રવક્તાએ શું કહ્યું?

પ્રવક્તાએ કહ્યું કે, આ પ્રકારનું વર્તન અમારા મૂલ્યોને અનુરૂપ નથી અને તેના માટે જવાબદાર લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાઈ છે. અમે સહાનુભૂતિ, વ્યાવસાયિકતા અને જવાબદારો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરીએ છીએ. તે ચારેય સીનિયર અધિકારીઓને જવા કહ્યું છે અને કેટલાક અન્યને ચેતવણી આપી છે.

12 જૂને બની હતી વિમાન દુર્ઘટના

આ મહિનાની 12 તારીખે લંડન માટે રવાના થઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર પ્લેન ઉડાન ભરતાની થોડી ક્ષણોમાં જ ક્રેશ થઈ ગયું હતું અને મેઘાણીનગર વિસ્તારમાં બી જે મેડિકલ કૉલેજની હોસ્ટેલ પર પડ્યું. વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી માત્ર એક જ મુસાફર બચ્યો, બાકીના તમામના મોત થઈ ગયા.