Get The App

મધ્યપ્રદેશના શિવપુરીમાં ભારતીય સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, બંને પાયલોટ સુરક્ષિત

Updated: Feb 6th, 2025

GS TEAM

Google News
Google News
મધ્યપ્રદેશના શિવપુરીમાં ભારતીય સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, બંને પાયલોટ સુરક્ષિત 1 - image

Shivpuri IAF Jet Crash: મધ્યપ્રદેશના શિવપુરીમાં ઈન્ડિયન એર ફોર્સનું પ્લેન ક્રેશ થયું  છે. શિવપુરીના દેહરેતા સની ગામમાં આજે ગુરૂવારે બપોરે ફાઈટર પ્લેન મિરાજ 2000 ક્રેશ થયુ હતું. બનાવ દરમિયાન એરક્રાફ્ટના પાયલોટ જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. બંને પાયલોટ સુરક્ષિત છે.



ભારતીય સેનાનું ફાઈટર પ્લેન મિરાજ 2000 ક્રેશ થયા બાદ થોડી જ ક્ષણોમાં બળીને ખાખ થયુ હતું. જો કે, બંને પાયલોટ આગ લાગે તે પહેલાં જ પ્લેનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતાં.

મધ્યપ્રદેશના શિવપુરીમાં ભારતીય સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, બંને પાયલોટ સુરક્ષિત 2 - image