શાયર મુન્નવર રાણાની પુત્રીએ વારિસ પઠાણના નિવેદનનુ કર્યુ સમર્થન
નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
અમે 15 કરોડ છે પણ 100 કરોડ પર ભારે પડીશું તેવુ ભડકાઉ નિવેદન આપનાર એઆઈએમઆઈએમના પ્રવક્તા વારિસ પઠાણનો ચારે તરફથી વિરોધ થઈ રહ્યો છે.
તો બીજી તરફ જાણીતા શાયર મુનવ્વર રાણાની પુત્રીએ વારિસ પઠાણનુ એક ચેનલના કાર્યક્રમમાં સમર્થન કરીને આશ્ચર્ય સર્જયુ છે. મુનવ્વર રાણાની પુત્રી ઉરુશા રાણાને જ્યારે વારિસ પઠાણા નિવેદન અંગે પૂછવામાં આવ્યુ ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, હું વારિસ પઠાણ સાથે સંમત છું. કારણકે આઝાદી અમારો અધિકાર છે અને અમારી આઝાદી કોઈ છીનવી શકશે નહી.
ઉરુશાએ કહ્યુ હતુ કે, ભાજપ અને આરએસએસ મુસ્લિમોને ગુલામ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. કયારેક ત્રણ તલાકનો કાયદો લાવે છે અને ક્યારેક બીજી કોઈ વસ્તુ લઈ આવે છે. તેઓ કહે છે કે, સબ કા સાથ અને સબકા વિકાસ પણ કોઈનો વિકાસ થયો નથી.