Get The App

ભારતમાં ૫૦ ટકાથી વધારે કોલેજોમાં એઆઇનો ઉપયોગ, સર્વેમાં એઆઇ ટૂલ્સના ભયસ્થાનનો પણ ઉલ્લેખ

સ્ટુડન્ટસના એસાઇનમેન્ટ સુધીમાં એઆઇનો પ્રયોગ થવા લાગ્યો છે

એઆઇ ટુલ્સનો ઉપયોગ પ્રાઇવસીને લઇને મોટો સવાલ ઉભો કરે છે

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં ૫૦ ટકાથી વધારે કોલેજોમાં એઆઇનો ઉપયોગ, સર્વેમાં એઆઇ ટૂલ્સના ભયસ્થાનનો પણ ઉલ્લેખ 1 - image

નવી દિલ્હી,૯ ઓકટોબર,૨૦૨૫,ગુરુવાર 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ હવે શોખ નહી પરંતુ જરુરિયાત બની ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં  ૫૦ ટકાથી વધારે હાયર એજયુકેશન ઇન્સ્ટિટયૂટે જનરેટિવ એઆઇનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું છે. આ શિક્ષણ સંસ્થાન લર્નિગ મટીરિયલ્સ તૈયાર કરવાથી માંડીને, કરિકુલમ ડિઝાઇન, ટીચિંગ્સ, એકઝામ પેપર સેટિંગ ત્યાં સુધી કે સ્ટુડન્ટસના એસાઇનમેન્ટ સુધીમાં એઆઇનો પ્રયોગ થવા લાગ્યો છે. આ જાણકારી એક રિપોર્ટમાં બહાર આવી છે. એર્ન્સ્ટ એન્ડ યંગ અને ફિક્કી સાથે મળીને કરેલા સર્વંનું નામ ફયૂચર રેડી કેમ્પસેસ હાયર એજયુકેશનમાં એઆઇની ક્ષમતા રાખવામાં આવ્યું છે.

આ રિપોર્ટ એ વાતની સાબીતી છે કે સ્ટુડન્ટ હોય કે ટીચર કે પછી નોન ટીચિંગ સ્ટાફ બધા જ માટે એઆઇ શીખવું ખૂબ જરુરી છે.રિપોર્ટ અનુસાર ૬૦ ટકાથી વધુ સંસ્થાનોમાં પોતાના સ્ટુડન્ટસને એઆઇ ટૂલ્સના ઉપયોગ માટે પ્રેરવામાં આવે છે. ૫૩ ટકા જનરેટિવ એઆઇથી સ્ટડી મટીરિયલ્સ તૈયાર થવા માંડયું છે. ૫૬ ટકાથી વધુ ઇન્સ્ટિટયૂશન એઆઇ સંબંધિત નીતિઓ લાગુ પાડી દીધી છે. ૪૦ ટકાએ એઆઉ પાવર્ડ ટયૂટરિંગ સિસ્ટમ અને ચેટબોટ્સ ગોઠવ્યા છે. ૩૯ ટકાએ એડેપ્ટિવ લર્નિગ પ્લેટફોર્મ્સ યુઝ શરુ કર્યો છે. ૩૮ ટકા ઓટોમેટેડ ગ્રેડિંગ માટે એઆઇની મદદ લે છે. જો કે એઆઇને કેટલાક ભયસૂચક પણ ગણાવે છે. મોટા પાયે એઆઇ ટુલ્સનો ઉપયોગ પ્રાઇવસીને લઇને મોટો સવાલ ઉભો કરે છે.

ભારતમાં ૫૦ ટકાથી વધારે કોલેજોમાં એઆઇનો ઉપયોગ, સર્વેમાં એઆઇ ટૂલ્સના ભયસ્થાનનો પણ ઉલ્લેખ 2 - image

એઆઇ પ્લેટફોર્મ સ્ટુડન્ટસની જાણકારી, બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન, પસંદ,ના પસંદ અને એન્ગેજમેન્ટના આધારે કામ કરે છે. આથી જો સાચી રીતે ઉપયોગ કરવામાં ના આવે તો પ્રાઇવસીનું જોખમ રહેલું છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે એઆઇ પ્લેટફોર્મ્સ પાસે જેટલી વધારે સંખ્યામાં ડેટા હશે એટલો ડેટા એકસેસ થશે. જો લીંક હોયતો તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે. આનાથી એઆઇ ઉપયોગ કરતા સંસ્થાનોની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચી શકે છે. ટેકનોલોજી આસિસ્ટન્ટસ વાળા સાથે યોગ્ય કરાર, કમ્પલાયંસ મેકેનિઝમ અને સેન્ટ્રલાઇઝડ ગવર્નેસ સ્ટ્રકચર્સની મદદથી પણ ખતરાથી બચી શકાય છે.