Get The App

રાહુલ ગાંધી અંગેના ચુકાદા પછી વિપક્ષો રાષ્ટ્રપતિભવને કૂચ કરી ગયા

Updated: Mar 24th, 2023

GS TEAM


Google News
Google News
રાહુલ ગાંધી અંગેના ચુકાદા પછી વિપક્ષો રાષ્ટ્રપતિભવને કૂચ કરી ગયા 1 - image


- વિવિધ રાજ્યોના કોંગ્રેસ એકમોએ કેન્દ્ર સરકાર ઉપર વૈરતૃપ્તિના આક્ષેપો કર્યા

નવી દિલ્હી : 'લોકશાહી ભયમાં છે' તે પ્રકારના વિશાળ બેનરો સાથે વિરોધ પક્ષો આજે સવારે રાષ્ટ્રપતિભવન તરફ વિજય ચોકથી કૂચ કરી ગયા હતા. જ્યારે દેશના વિવિધ રાજ્યોનાં કોંગ્રેસ એકમોએ કેન્દ્ર સરકાર ઉપર વૈર તૃપ્તિના આક્ષેપો કર્યા હતા. આ સર્વે ૨૦૧૯ના એક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને થયેલી બે વર્ષની સજા સામે વિરોધ દર્શાવી રહ્યા હતા તો બીજી તરફ અદાણી- હિન્ડનબર્ગ મુદ્દે તપાસ કરવા એક સંયુક્ત સંસદીય સમિતિની માંગણી કરી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે અમે તે માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માંગીએ છીએ પરંતુ તે કૂચને પોલીસે અધવચ્ચે જ અટકાવી દીધી હતી તેથી વિપક્ષોએ વિજય ચોકથી રાષ્ટ્રપતિભવન જવા કરેલો નિર્ધાર અસફળ રહ્યો પોલીસે તે વિસ્તારમાં કુલ ૧૪૪નો અમલ કરી દીધો છે.

દરમિયાન બેંગ્લોરથી મળતા અહેવાલો જણાવે છે કે, કર્ણાટક પોલીસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડી. કે. શિવકુમારની અટકાયત કરી છે. જ્યારે ભાજપનું કહેવું છે કે તે ચુકાદો - રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બે વર્ષની સજા કરતો ચુકાદો - 'તો રાહલ ગાંધીએ ઑબીસી વર્ગને ચોર કહી અપમાનિત કર્યો હોવાને લીધે સ્વતંત્ર ન્યાયાલય તરફથી આપવામાં આવ્યો છે. (તેમાં કેન્દ્ર સરકારને કોઈ સંબંધ જ નથી)

કોંગ્રેસે તેને રાહુલ ગાંધીને મુક કરવા માટેના એક બહાના તરીકે ગણાવ્યો તો જ્યારે રાજ્ય સભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ સંસ્થાઓના દુરૂપયોગ દ્વારા વિપક્ષી નેતાઓની પાછળ પડી ગઈ છે. તેથી આ કૂચ સંબંધિત લોકશાહીની દેશમાં રક્ષા કરવા યોજવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ ચુકાદા પછી પણ રાહુલ ગાંધી આજે લોકસભામાં હાજર રહ્યા હતા પરંતુ વરિષ્ઠ નેતા કપિલ સીબ્બલે કહ્યું હતુ કે, તે ચુકાદા પછી વાસ્તવમાં તો રાહુલ ગાંધી સાંસદ તરીકે જ ગેરલાયક ઠર્યા છે. મોડેથી પ્રાપ્ત થતા સમાચારો જણાવે છે કે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સદસ્યતા (સભ્યપદ) જ રદ કરતા તેઓને ગૃહમાંથી બહાર જવુ પડયું હતું.

Tags :