સામ, દામ, દંડ અને ભેદ : પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન સામે ચાણક્ય નીતિ અનુસરતું હોય તેમ લાગે છે
- ભેદ : દુનિયાભરમાં પાકિસ્તાનને લગભગ એકલું પડાયું છે : દંડ : સિંધુ જળ રોકવાં, દામ : ઊલટી રીતે અનુસરી (IMF) ની લોન રોકવી, સામ : સમજતું નથી માટે વિસા બંધ
નવી દિલ્હી : પહેલગાંવ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને ચારે તરફથી ઘેરવાનું શરૂ કરી દીધું છે. તેની સામે ચાણક્ય નીતિ સામ, દામ, દંડ અને ભેદ અપનાવી રહ્યું છે. આપણે છેલ્લેથી જોઇએ તો
ભેદ : પાકિસ્તાન હવે જગત ચોકમાં લગભગ એકલું પડી ગયું છે. ભારતની કૂટનીતિએ તેને ચીન સિવાય કોઈ દેશ સાથ આપે તેમ નથી.
દંડ : ભારતે સિંધુ જળ રોકી પાકિસ્તાનની ખેતી તેમજ પેય જળની પણ મુશ્કેલી ઊભી કરી દીધી છે. તેમજ ૨૩મે સુધી એરસ્પેસ બંધ કરતાં હવે પાકિસ્તાનમાં વિમાનોને ખૂબ મોટો ચકરાવો લઇ પૂર્વ તરફ જવું પડે તેમ છે. તેથી ઇંધણનો ખર્ચ અત્યંત વધી જતાં, વિમાન પ્રવાસીઓને ખૂબ મોટું ભાડું ચુકવવું પડે તેમ છે.
દામ : વિપરિત પદ્ધતિ અપનાવાઈ છે. ચાણક્યએ કહ્યું હતું કે થોડા નિષ્ક (પૈસા) આપીને શત્રુને આક્રમણ કરતો અટકાવવો પરંતુ તે અચાનક ઊભી થતી યુદ્ધ જેવી પરિસ્થિતિ પુરતું હોઈ શકે. અહીં ભારતે તે અપસવ્ય રીતે અમલી કર્યું છે. તેણે વિશ્વ બેન્ક આઈએમએફ વગેરે નાણાં ધરનારી વૈશ્વિક સંસ્થાઓને રાજદ્વારી દબાણ દ્વારા પાકિસ્તાનને તેમાં આ પાપ બદલ શિક્ષા તરીકે ધીરાણો ન કરવા જણાવ્યું છે. ડૉલર્સની અસામાન્ય તંગી ભોગવતાં પાકિસ્તાનને દામની નીતિ ભારે મોંઘી પડી જાય તેમ છે.
સામ : ભારત શું દુનિયા આખી જાણે છે કે પાકિસ્તાન સમજે તેમ જ નથી. તેથી તેની સાન ઠેકાણે લાવવા ભારતે ભારતમાં રહેલા તમામ પાકિસ્તાનીઓના વીસા રદ્દ કરી પાછા ધકેલવા શરૂ કર્યું છે. તેમજ તેના દૂતાવાસના મિલિટરી એટમીઝમે ઘરભેગા થવા હુક્મ કર્યો છે.
ફરી દંડ ઉપર ચાલીએ તો કદાચ અત્યારે ભારત વ્યાપક યુદ્ધ ન પણ કરે પરંતુ એર સ્પેસ બંધ કરવાનો અને સિંધુનાં જળ રોકવાનો ભારતનો નિર્ણય યોગ્ય જ છે તેમ વિશ્લેષકો કહે છે.
હવે મુદ્દો વિચારીએ દંડનો તો ભારત સામે બે વિકલ્પ છે. એક તો સર્જિકલ સ્ટ્રાઈક જેવી સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાન સ્થિત તથા કહેવાતાં આઝાદ કાશ્મીર સ્થિત આતંકી છાવણીઓ ખતમ કરી નાખવી. બીજો વિકલ્પ યુદ્ધનો છે. પરંતુ ભારતના નેતાઓ તે બરોબર જાણે છે કે આ ગરમીમાં બરફ ઓગળતાં પાકિસ્તાનના આશ્રય દાતા ચીન પાકિસ્તાનને મદદ પહોંચાડવી સરળ અને બીજું પંજાબથી શરૂ કરી રાજસ્થાન અને ગુજરાતમાં ધોમ ધખે છે. તેવી વ્યાપક લશ્કરી પગલાં લેવામાં પાણી મુખ્ય પ્રશ્ન થઇ શકે. બીજી તરફ આ ભયંકર ગરમીમાં સૈનિકોને પણ મુશ્કેલી ઉભી થાય. તેથી વ્યાપક યુદ્ધ તો થવાનો આ તબક્કે સંભવ ઘણો ઓછો છે. વ્યાપક યુદ્ધ થવાની સંભાવના નથી. તે તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ૯મી મેના દિને નિશ્ચિત થયેલી મોસ્કો યાત્રા પરથી સ્પષ્ટ થાય છે. પરંતુ ચોમાસું અને દીવાળી પછી જ્યારે ઘાટો બરફને લીધે બંધ થયા હોય ચીન માટે સહાય મોકલવી મુશ્કેલ બને તે દરમિયાન પાકિસ્તાન બલુચ લિબરેશન આર્મી સામે બલુચિસ્તાનમાં બરોબર ફસાયું છે. બીજી તરફ ચાયના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર નિષ્ફળ સમાન રહ્યો છે. ત્યાં વસેલા ચીનાઓ ઉપર બલુચો નારાજ છે. ભારતે તેમને પુષ્ટિ આપવી જોઇએ તેમ વિશ્લેષકોનું સ્પષ્ટ મંતવ્ય છે. આ પાકિસ્તાન સામ (સમજાવટ) શું કહેવાય તે જાણતુંં નથી તેને માટે દંડ અને ભેદ નીતિ જ હોઈ શકે. યુદ્ધ ન થાય પરંતુ જબ્બર સર્જિકલ સ્ટ્રાઈક થવા પૂરો સંભવ છે.